Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

જમ્મુ-કાશ્મીરમાં ૧૦પ કિ.મી. રેલ્વે લાઇનમાં ૩પ ટનલ બનાવાશે

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. પઃ જમ્મુ-કાશ્મીરના કટડાથી કાઝીગુંડના ૧ર૯ કિ.મી. લાંબા રેલ લાઇન સફર માટે લોકો રાહ જોઇ રહ્યા છે. પણ તે કયારે શરૂ થશે તે પ્રશ્ન છે. જો કે આ યાત્રામાં ફકત ર૪ કિ.મી. જ ખુલ્લા આકાશમાં પ્રવાસ થશે. બાકીનો ટનલમાંથી થશે.ર૦ર૧-રર ના રેલ બજેટમાં દેશની મહત્વકાંક્ષી રેલ પરિયોજનામાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લાના નિર્માણને સમય સીમામાં પુરૂ કરવા કેન્દ્રએ ૪ર૦૦ કરોડ મંજુર કર્યા છે. ઉધમપુર-કટડા વચ્ચે રપ કિ.મી.માં રપ મોટા પુલ અને ર૯ નાના પુલ બનાવાયેલ. જેમાં ૮પ મીટર ઊંચો અને ૧પ૪ કિ.મી. લાંબો સ્ટીલનો ગાર્ડરવાળો દેશનો પહેલો પુલ છે.

રેલ્વે અધિકારીઓ મુજબ આ કપરા રસ્તામાં ૬ર નાના-મોટા પુલ અને ૩પ ટનલ બનાવાશે. ઉપરાંત ચિનાબ દરિયા ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ બની રહ્યો છે. જે ૩પ૯ મીટર ઊંચાઇએ છે. તેની લંબાઇ ૧૩૧પ મીટર છે.

(3:14 pm IST)