Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગ્રેટા થનબર્ગનું ટ્વીટ ભારત વિરૂધ્ધ પ્રોપેગેન્ડાનો ભાગઃ ખાલિસ્તાન સંગઠને ટુલ કિલની કરી હતી ફાળવણી

ખેડૂત આંદોલનને મહોરો બનાવીને ભારત વિરોધી વિદેશી પ્રોપેગેન્ડાની વાસ્તવિકતા : ટુલ કિટ અંગે મોટો ખુલાસો

નવી દિલ્હી તા. ૫ : પર્યાવરણ તથા જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરનાર ગ્રેથા થનબર્ગએ કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરૂદ્ઘ ખેડૂતોના પ્રદર્શનો પ્રત્યે સમર્થન વ્યકત કર્યું છે. થનબર્ગએ ટ્વીટ કર્યું 'અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. પરંતુ આ ટ્વીટની પાછળનું કારણ અને તેના પાછળ છુપાયેલો હેતુ આશ્વર્ય પમાડનાર છે. જેમાં ગ્રેટા થનબર્ગ તે વૈશ્વિક પ્રોપેગેંડાનો ભાગ બનતી જોવા મળી રહી છે, જે ખેડૂત આંદોલનના નામે ભારતને ગ્રેટા થનબર્ગએ ટ્વીટમાં ભારતની સત્તાધારી પાર્ટી ભાજપને ફાસીવાદી પાર્ટી ગણાવી દીધી છે. જે આ વાત તરફ સ્પષ્ટ ઇશારો કરે છે કે તે કોઇ પ્રોપેગેંડા મુહિમનો ભાગ છે. તેમણે ટ્વીટ દ્રારા જણાવ્યું કે ભારત સરકાર પર કયા પ્રકારે દબાણ બનાવી શકાય અને તેના માટે ટ્વિટર પર જ પ્લાનિંગ પણ શેર કરવામાં આવ્યું છે. જે મોટા પ્રોપેગેંડા ચળવળ સાથે જોડાયેલી જોવા મળી રહી છે.'

ગ્રેટાએ ટ્વીટમાં લખ્યું 'અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. ત્યારબાદ બીજા ટ્વીટ દ્રારા તેમની અસલી મંશા સ્પષ્ટ થઇ ગઇ. તેમણે એક ડોકયુમેંટ શેર કર્યું. જેમાં ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાની કાર્યયોજના શેર કરવામાં આવી છે. આ ટ્વીટમાં પાંચ તબક્કામાં દબાણ બનાવવાની વાત કહેવામાં આવી છે.

નવા કૃષિ કાયદાના વિરોધમાં રાજધાની દિલ્હીમાં આશરે અઢી મહિનાથી કિસાનોનું આંદોલન  ચાલી રહ્યું છે. આ આંદોલનને લઈને વિદેશી હસ્તિઓએ પણ ટિપ્પણી કરી છે. આ વચ્ચે સ્વીડનની રહેનારી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ  ના ભડકાઉ ટ્વીટને લઈને દિલ્હી પોલીસે તેના વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે. ગ્રેટા વિરુદ્ઘ કલમ- 153 A, 120 B હેઠળ એફઆઈઆર નોંધી છે. આ બાબતે દિલ્હી પોલીસ પત્રકાર પરિષદ કરી રહી છે.ઙ્ગ

હકીકતમાં ગ્રેટા થનબર્ગ એ કિસાનોના સમર્થનમાં કરેલા પોતાના ટ્વીટમાં ભારતની સત્તામાં રહેલી પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા. ગ્રેટાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારત સરકાર પર કઈ રીતે દબાવ બનાવી શકાય છે. તેણે પોતાની કાર્ય યોજના સંબંધિત એક દસ્તાવેજ પણ શેર કર્યો, જે ભારત વિરોધી પ્રોપેગેન્ડા મુહિમનો ભાગ છે. તેની ખુબ નિંદા થઈ હતી.

(3:15 pm IST)