Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગોધરામાં જે ખેતી થઇ હતી તે લોહીની ખેતી હતી કે પાણીની ખેતી હતીઃ કોંગ્રેસના દિગ્વિજયસિંહે કેન્દ્રીય કૃષિ મંત્રી સામે નિશાન સાધ્યુ

નવી દિલ્હી: ખેડૂત આંદોલન પર શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. કૃષિ મંત્રીએ કહ્યુ કે કોંગ્રેસ લોહીની ખેતી કરી શકે છે, જેની પર હવે રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે પલટવાર કર્યો છે. કોંગ્રેસ નેતાનું કહેવુ છે કે ભાજપ હંમેશા રમખાણ કરાવવા માંગે છે.

લોહીથી ખેતીના નિવેદન પર દિગ્વિજય સિંહે કહ્યુ કે, ‘ગોધરામાં જે ખેતી થઇ હતી, તે લોહીની ખેતી હતી કે પાણીની ખેતી હતી. સંઘ અને ભાજપ હંમેશા સાંપ્રદાયિક રમખાણ કરાવવા માંગે છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે, જો આ સાંપ્રદાયિક રમખાણ કરાવીશુ, ત્યારે તેમને ફાયદો થશે. આ કારણ છે કે અસદુદ્દીન ઓવૈસી અને નરેન્દ્ર મોદી વચ્ચે સારી મિત્રતા છે.

રાજ્યસભામાં વિપક્ષ પર વરસ્યા કૃષિ મંત્રી

મહત્વપૂર્ણ છે કે શુક્રવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં નિવેદન આપ્યુ હતું. આ દરમિયાન તેમણે કૃષિ કાયદાને ફાયદા ગણાવ્યા હતા, સાથે જ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર નિશાન સાધતા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે ખેતી પાણીથી થાય છે પરંતુ લોહીથી ખેતી માત્ર કોંગ્રેસ કરી શકે છે આ ભાજપ નથી કરતી.

કૃષિ મંત્રી તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે પંજાબ સરકારના APMC એક્ટમાં કોઇ રીતના ઉલ્લંઘન પર ખેડૂતોને સજા થાય છે પરંતુ કેન્દ્રના એક્ટમાં આવુ નથી. માત્ર પંજાબના કેટલાક ખેડૂત જ આ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કૃષિ મંત્રી દ્વારા જ્યારે સંસદમાં આ નિવેદન આપવામાં આવ્યુ, ત્યારે વિવાદ થયો હતો.

(4:49 pm IST)