Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કોંગી દિગ્ગજ કમલનાથના ભાઈ-ભાભીની ક્રૂર હત્યા

ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં ડબલ મર્ડરની ઘટનાએ હંગામો મચાવ્યો છે.  અજાણ્યા બદમાશોએ પતિ-પત્નીની હત્યા કરી છે.  મૃતકોની ઓળખ નરેન્દ્ર નાથ અને પત્ની સુમન નાથ તરીકે કરવામાં આવી છે, જે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કોંગ્રેસના દિગ્ગજ કમલનાથના  પિતરાઇ ભાઈ-ભાભી હોવાનું મનાય છે.  ભાભીની લાશ પલંગ પરથી મળી આવી હતી જ્યારે ભાઇની લાશ નીચે ભોંયરામાં મળી હતી.   કમલનાથના પિતરાઇ ભાઇની ઘરની અંદર ઘૂસીને ભોંયરામાં લઇ જઇને હત્યા કરી હતી, જ્યારે ભાભીને ઘરની અંદર ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી.

(7:11 pm IST)