Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

યસ બેન્કના એમ.ડી.અને સીઈઓ રાણા કપૂરના જામીન નામંજૂર : પોતાના સ્વાર્થ માટે લોકોને આર્થિક નુકશાન પહોંચાડવું તે બાબત ગંભીર ગણાય : આરોપીએ હોદાનો દુરુપયોગ કર્યો છે : બોમ્બે હાઇકોર્ટે કપૂરની જામીન અરજી ફગાવી

મુંબઈ : યસ બેન્કના એમ.ડી.અને સીઈઓ રાણા કપૂરના જામીન  બોમ્બે હાઇકોર્ટે નામંજૂર કર્યા છે.જે અંગે જસ્ટિસ શ્રી પ્રકાશ નાયકે જણાવ્યું હતું કે આરોપીએ હોદાનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ માટે પબ્લિક ફંડને મોટું નુકશાન પહોચાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે 8 માર્ચ 2020 ના રોજ રાણા કપૂરની મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી.જેના અનુસંધાને તેણે કરેલી જામીન અરજી નામદાર કોર્ટે ઉપરોક્ત કારણ સાથે 25 જાન્યુઆરીના રોજ ફગાવી દીધી છે. જેમાં જણાવાયા મુજબ આરોપીએ હોદાનો દુરુપયોગ કરી પબ્લિક ફંડને નુકશાન પહોચાડ્યું હોવાના પ્રથમદર્શીય પુરાવાઓ છે.

જે મુજબ એન્ફોર્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં જાણવા મળ્યા મુજબ રાણા કપૂરના હોદા દરમિયાન ઘણા વર્ષોથી કૌભાંડ ચાલતું જોવા મળ્યું હતું.જે અર્થતંત્રને નુકશાન પહોચાડનારું તથા પ્રજાનો બેંકો ઉપરનો વિશ્વાસ ડગાવી દેનારું ગણાય.તેણે પોતાના મળતિયાઓની કંપનીઓમાં બેન્કના કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. તથા કરોડો રૂપિયાની લોનો આપી હતી.અને પબ્લિક ફંડને નુકશાન પહોચાડ્યું હતું.

નામદાર કોર્ટએ રાણા કપૂરની નાદુરસ્ત તબિયતને ધ્યાને લઇ તેને જેલમાં પૂરતી સુવિધા આપવાનો આદેશ કર્યો હતો તથા જામીન નામંજૂર કર્યા હતા તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:07 pm IST)