Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

બ્રિટનના પીએમ તરીકે ઋષિ સુનકે 100 દિવસ પૂરા કર્યા: સદી ફટકારીને જનતાને આપ્યું નવું વચન

લંડન :બ્રિટનના પ્રથમ બિન-શ્વેત વડા પ્રધાન ભારતીય મૂળના ઋષિ સુનકે ગુરુવારે ઓફિસમાં 100 દિવસ પૂરા કર્યા. આ અંગે સોશિયલ મીડિયામાં એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વધતી મોંઘવારી સહિત અન્ય અનેક પડકારો વચ્ચે પરિવર્તન લાવવાનો સંકલ્પ લઈ રહ્યા છે.
 

ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાને ગયા વર્ષે દિવાળીના એક દિવસ પછી, 25 ઑક્ટોબરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ (વડાપ્રધાનનું સત્તાવાર કાર્યાલય)નો હવાલો સંભાળ્યો હતો. સુનકે અગાઉના વડા પ્રધાનોની અનૌપચારિક વિદાય બાદ ગંભીર રાજકીય ઉથલપાથલ વચ્ચે હોદ્દો સંભાળ્યો હતો.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 
(12:31 pm IST)