Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

અભિનેત્રી અને બિગ બોસની વિજેતા ઉર્વશી ધોળકિયાની કારને અકસ્માત :સ્કૂલ બસે કારને પાછળથી ટક્કર મારી

ઉર્વશીએ આ મામલે કોઈ કેસ નોંધાવ્યો નથી:તેમણે કહ્યું આ માત્ર એક અકસ્માત હતો. તેના ચાહકોને ચિંતા કરવાની જરૂર નથી

મુંબઈ :જાણીતી અભિનેત્રી અને બિગ બોસની વિજેતા ઉર્વશી ધોળકિયા અર્થાત ‘કસૌટી ઝિંદગી કે’ની કોમોલિકાની કારને બસે ટક્કર મારી હતી.આ અકસ્માતમાં અભિનેત્રીનો જીવ બચી ગયો છે. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

  મળતી વિગત મુજબ ઉર્વશી ધોળકિયા તેની કારમાં સ્ટુડિયો તરફ જઈ રહી હતી. પરંતુ રસ્તામાં એક સ્કૂલ બસે એક્ટ્રેસની કારને પાછળથી ટક્કર મારી હતી. અહેવાલ અનુસાર ઉર્વશીએ આ મામલે કોઈ કેસ નોંધાવ્યો નથી. તેમણે કહ્યું આ માત્ર એક અકસ્માત હતો. તેના ચાહકોને ચિંતા કરવાની જરૂર નથી, ડૉક્ટરે તેને થોડા દિવસો માટે બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે

(5:53 pm IST)