Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

પાકિસ્તાનના કવેટામાં બૉમ્બ વિસ્ફોટ: મેચ અધવચ્ચે રોકાવતા સ્ટેડિયમમાં લોકો વચ્ચે ઘર્ષણ : પથ્થરમારો

પથ્થરમારો શરૂ થયા બાદ ખેલાડીઓને સ્ટેડિયમમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

પાકિસ્તાનના ક્વેટામાં બાબર આઝમ અને સરફરાઝ અહેમદની ટીમ વચ્ચે પાકિસ્તાન સુપર લીગની એક એગ્ઝિબિશન મેચને અચાનક અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બ્લાસ્ટ શહેરના મુસા ચોક ખાતે થયો હતો. આમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. RevSportzના અહેવાલ મુજબ, વિસ્ફોટ પછી બાબર આઝમની ટીમ પેશાવર જાલ્મી અને ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચે ક્વેટાના સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચને સાવચેતીના પગલા તરીકે 30 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી.


આ સિવાય સ્ટેડિયમમાં લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આ પથ્થરમારો શરૂ થયા બાદ ખેલાડીઓને સ્ટેડિયમમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ પોલીસ લાઈન્સ વિસ્તારમાં થયો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.

  એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ રવિવારે એક નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે સુરક્ષા અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

જો કે બાદમાં સ્થિતિ કાબુમાં આવતા મેચ ફરી શરૂ થઈ હતી. આ મેચમાં સરફરાઝ અહેમદની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને બાબરની ટીમે પેશાવર જાલ્મીને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ક્વેટા માટે ઈફ્તિખાર અહેમદે 50 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા

(8:09 pm IST)