Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

પ્રથમ દિવસે જ પુડુચેરીમાં ભાજપ અને સ્થાનિક પક્ષો વચ્ચે ડખ્ખો શરૂ

પુડુચેરીમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી ભાજપ સત્તા પર આવી રહયો છે ત્યારે સત્તાની વહેંચણી બાબતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું છે. ભાજપે માત્ર ૬ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીપદ માગતા ભાજપના મોરચામાં મતભેદો સર્જાયા છે. *ન્યૂઝફર્સ્ટ

(12:00 am IST)
  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST

  • મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે, કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) ના જાહેરનામા ક્રમાંક વિ-૧૧૦૨૦૨૦ ૪૮૨-૭ તા.૪૨૦૨૧ મુજબ તા.૧૨,૦૫/૨૦૧ સુધી ફકત મેડીકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાની, અનાજ દળવાની ઘંટી તથા જાહેરનામા માં પરવાનગી આખ્યા મુજબના એકમો જ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવાના રહેશે અને જો જાહેરનામા માં મંજુરી આપ્યા સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા નાં ભંગ બદલની કાર્યવાહી ક૨વામાં આવશે તથા સેવા એકમો સીલ ક૨વામાં આવશે. જેની તમામ વેપારી એકમોએ નોંધ લેવી. access_time 8:58 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ: કેરળમાં ૩૭ હજાર: યુપીમાં ૨૫ હજાર: તામિલનાડુમાં ૨૧ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: આંધ્ર ૨૦ હજાર: દિલ્હી ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૭ હજાર: રાજસ્થાન ૧૬ હજાર: છત્તીસગઢ ૧૫ હજાર: બિહાર ૧૪ હજાર: હરિયાણા ૧૪ હજાર: ગુજરાત ૧૩ હજાર: અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર: મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:51 am IST