Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

નાસિકમાં રહસ્યમય બિમારીઃ છાતીમાં દર્દ બાદ ૫ લોકોના મોતથી ખળભળાટ

હજુ કોરોના શાંત પડયો નથી ત્યાં નવી બિમારી?

નાસિક, તા.૪: મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ચક્કર આવીને પડ્યા બાદ ૧૧ લોકોના મોત થયા હોવાના સમાચાર થોડાક દિવસ પહેલા આવ્યા હતા. આ રહસ્યમયી બીમારીના કારણે શહેરના તમામ ડોકટરો ચિંતિત હતા. હવે શહેરમાં એક નવી બીમારીથી ૫ લોકોના મોત થયા છે. શહેરના અલગ વિસ્તારોમાં ૫ લોકોના છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ મોત થયા છે. કોરોના મહામારીની વચ્ચે નાસિકમાં આ બીમારીથી થનારા મોતની ચર્ચા છે.

૨૦ એપ્રિલના ચક્કર ખાઈને બેભાન થવાથી એક જ દિવસમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ પહેલાના અઠવાડિયામાં પણ ૧૩ લોકોના આ પ્રકારે મોત થયા હતા. ૧૫ એપ્રિલના પણ ૯ લોકોના પણ આ અદ્રશ્ય બીમારીના કારણે મોત થયા હતા. બે અઠવાડિયામાં ૨૪ લોકોના જીવ ગયા હતા. ખાસ વાત એ હતી કે આ બીમારીનો શિકાર યુવા પણ થઈ રહ્યા હતા. આ બીમારીના કારણે કોઈનું રસ્તામાં ચાલતા મોત થયું હતુ તો કોઈનું ઘર પર ચક્કર આવવાના કારણે મોત થયું હતુ. નાસિકની આ રહસ્યમયી બીમારીનું મૂળ કારણ ડોકટરોને પણ સમજમાં નથી આવી રહ્યું. શરૂઆતના લક્ષણોને જોતા ડોકટરોએ આને હીટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું ગણાવ્યું હતુ. જો કે આ મોતોની પાછળ અસલી કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડોકટરોએ ત્યારે નાગરિકોને એ અપીલ કરી હતી કે તેઓ ચક્કર આવવાની ઘટનાને હળવાશમાં ના લે. સાથે જ દ્યરેથી બહાર નીકળવાના સમયે સંપૂર્ણ ધ્યાન રાખે.

(4:14 pm IST)
  • ગુજરાતના ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન શંકરભાઈ ચૌધરીને કોરોના પોઝીટીવ આવ્યો છે access_time 6:30 pm IST

  • આજ સાંજ સુધીમાં દિલ્હીમાં ૨૦૯૬૦ નવા કેસ નોધાયા : ૧૯૨૦૯ સાજા થયા અને ૩૧૧ મૃત્યુ થયા access_time 6:31 pm IST

  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST