Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

૨૪ કલાકમાં કોરોનાના ૩.૮૨ લાખ નવા કેસઃ ૩૭૮૦ના મોત

એકિટવ કેસોની સંખ્યા ૩૪.૮૭ લાખથી વધુઃ કુલ મૃત્યુઆંક ૨,૨૬,૧૮૮એ પહોંચ્યો

નવી દિલ્હી, તા.૫: કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૮૨,૩૧૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૭૮૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૦૬,૬૫,૧૪૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૬,૦૪,૯૪,૧૮૮ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે

 આ ઉપરાંત, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬૯ લાખ ૫૧ હજાર ૭૩૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩,૩૮,૪૩૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૪,૮૭,૨૨૯ એકિટવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૨૬,૧૮૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ મે સુધીમાં ભારતમાં કુલ ૨૯,૪૮,૫૨,૦૭૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના ૨૪ કલાકમાં ૧૫,૪૧,૨૯૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(11:10 am IST)