Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

વારાણસીમાં નરેન્દ્રભાઇના પ્રસ્તાવક અને

પદ્મવિભુષણ પં.છન્નુલાલ મિશ્રાની પુત્રી કોરોના સામે જંગ હારીઃ ડોકટરો ઉપર લાપરવાહીનો આરોપ

વારાણસી તા. પઃ કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે. તે દરમિયાન હોસ્પીટલમાં બેડ અને ઓકસીજનની અછતની ખબરો વચ્ચે વડાપ્રધાન મોદીના પ્રસ્તાવક અને પદ્મ વિભુષણ પંડીત છન્નુલાલ મિશ્રાની પુત્રીનું અવસાન થયું છે. નાની પુત્રી નમ્રતાએ આરોપ લગાડેલ કે જોડવિન હોસ્પીટલમાં ડોકટરો ઇલાજના નામે લાખો રૂપિયા લીધા પણ સરખી રીતે દર્દીનો ઇલાજ ન કરેલ.

આરોપમાં એ પણ જણાવેલ કે ૧ મે ના રોજ તેની બહેનનું અવસાન થયેલ. પણ તે પહેલા ડોકટરોએ એક વખત પણ તેણીને જોવા ન દીધેલ. અગાઉ પંડીત છન્નુલાલ મિશ્રાના પત્ની મનોરમાનું પણ કોરોનાથી અવસાન થયેલ.

પદ્મવિભુષણ પંડીત છન્નુલાલજીની મોટી પુત્રી સંગીતા કોરોનાથી સંક્રમિત હતા. તેમને મૈદાગિન સ્થિત જોડવિન હોસ્પીટલમાં દાખલ કરાયેલ. દાખલ કરતા વખતે ડોકટરોએ તેમને હોસ્પીટલમાં બે થી ચાર વાગ્યા વચ્ચે સીસી ટીવી કેમેરા દ્વારા ટીવી સ્ક્રીનમાં દેખાડવાની વાત કરેલ. જયારે પરિવારજનોએ પુત્રીને જોવાની વિનંતી કરી ત્યારે ડોકટરોએ તે ટાળી દીધી હતી. ડોકટરોએ પુત્રીની તસ્વીર પણ લેવા ન દીધેલ અને ૧ મે ના રોજ સંગીતા કોરોના સામેનો જંગ હારી ગયેલ.

(12:48 pm IST)