Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

દિલ્હીની એક હોસ્પિટલમાં લાગી આગ : બધા દર્દીઓને બચાવી લેવાયા

નવી દિલ્હી : ગરમી વધવાની સાથે જ દિલ્હી-એન.સી.આર.માં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. પશ્ચિમ દિલ્હીની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસપુરી સ્થિત યુકે નર્સીગ હોમમાંૈ મોડી રાત્રે આગ લાગી હતી. આગ નર્સીંગ હોમના બેઝમેન્ટમાં લાગી હતી. ઘટના સ્થળે પહોંચેલ ફાયરબ્રિગેડની ૭ ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો.

ફાયર બ્રીગેડના સહાયક રીજીયોનલ ઓફિસર ભુપેન્દ્ર શર્માએ જણાવ્યું કે ફાયર કર્મચારીઓ એક બાજુ આગ પર કાબુ મેળવવામાં લાગ્યા હતા અને બીજી તરફ હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિતોને સુરક્ષિત કાઢી રહ્યા હતા. હોસ્પિટલમાં દાખલ બધા છવ્વીસે છવ્વીસ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. માહિતી અનુસાર આ દર્દીઓને અહીંથી બીજી હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે.

(3:14 pm IST)