Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

બ્રિટનમાં ૨૪૪૮ કરોડ રૂપિયાનું રોકાણ કરશે સીરમ ઇન્સ્ટીટયૂટ

શું દેશ છોડી રહ્યા છે અદાર પુનાવાલા ?

નવી દિલ્હી તા. ૫ : કોરોનાની વેકિસન બનાવી રહેલી વિશ્વની સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)એ બ્રિટનમાં ૨૪૪૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો ર્નિણય લીધી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. જોનસનની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે એ ખુશીની વાત છે કે સીરમ ઈન્સ્ટીટ્યુટે બ્રિટનમાં ૨૪૦ મિલિયન પાઉન્ડ(લગભગ ૨૪૪૮ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાનો ર્નિણય લીધો છે. આ પ્રોજેકટ અંતર્ગત બ્રિટનમાં સેલ્સ ઓફિસ, કિલનીકલ ટ્રાયલ, રિસર્ચ અને ડેવલોપમેન્ટની સાથે શકય વેકિસન બનાવવામાં આવશે.

પીએમ બોરિસ જોનસનના અધિકારી તરફથી આપવામાં આવેલી માહિતા મુજબ બ્રિટન અને ભારત મળીને વેકિસન ક્ષેત્રમાં કામ કરશે. લગભગ ૧ બિલિયન ડોલરનો ટ્રેડ અને રોકાણ આ અંતર્ગત કરવામાં આવશે. તેનાથી લગભગ ૬૫૦૦ નોકરીઓ સર્જાશે. તેના માટે મંગળવારે વડાપ્રધાન જોનસન અને નરેન્દ્ર મોદી વરચ્યુઅલ વાતચીત પણ કરશે. તે પછી જ તેની જાહેરાત થશે.

સીરમ ઈન્સ્ટીટ્યુટે બ્રિટનમાં નાકમાંથી આપવામાં આવતી નેજલ વેકિસનના ફેઝ-૧ નું ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે. જો બધુ યોગ્ય રહ્યું તો નેજલ વેકિસનનો એક જ ડોઝ દરેક પર અસર કરશે. ભારત બાયોટેકે પણ નેજલ વેકિસનનું ટ્રાયલ ભારતમાં શરૂ કરી દીધુ છે.

(3:14 pm IST)