Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

કેન્દ્ર સરકાર પાસે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગઃ અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ ઉપર ભાવુક પોસ્ટ રડતા-રડતા શેર કરી પોસ્ટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે. તૃણમૂલ કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. મમતા બેનર્જી 5 મેએ શપથ લેશે. પરંતુ આ પહેલા બંગાળમાં હિંસાના સમાચાર આવી રહ્યાં છે. ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપે આરોપ ટીએમસી પર લગાવ્યો છે અને કહ્યું કે, તેમની પાર્ટીના કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યાં છે. હવે તેના પર અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે.

કંગના રનૌતે આ ઘટનાને લઈને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કર્યો છે. કંગનાએ આ મામલા પર તત્કાલ કેન્દ્ર સરકારની મદદ માંગી છે. કંગનીએ કહ્યું, બંગાળથી વિચલિત કરતા સમાચાર આવી રહ્યાં છે. જાહેરમાં લોકોની હત્યા અને ગેંગરેપ થઈ રહ્યાં છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સીએનએન, ગાર્ડિયન કે ટાઇમ તેને કવર કરી રહ્યાં નથી. મને તેનું ષડયંત્ર ભારતની વિરુદ્ધ સમજમાં આવી રહ્યું નથી. શું હિન્દુ લોહી એટલું સસ્તુ થઈ ગયું છે કે ખુબ મોટા ષડયંત્રનો આપણે શિકાર થઈ રહ્યાં છીએ.

કંગનાએ આગળ કહ્યું, હું મારી સરકાર જેની હું મોટી સમર્થક છું. તેને પણ કહેવા ઈચ્છુ છું કે હું ખુબ પરેશાન છું. ત્યાં પર લોહીની નદી વહી રહી છે. દેશદ્રોહીઓથી આટલા શું ડરી ગયા છો. આપણે ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય દબાવ છે. હવે રાષ્ટ્રપતિ શાસનની જરૂર છે. જવાહરલાલ નહેરૂએ 12 અને ઈન્દિરા ગાંધીએ 50 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હતું અને મનમોહન સિંહે 10-12 વખત લગાવ્યું હતું તો આપણે કોનાથી ડરી રહ્યાં છીએ.

બોલીવુડ અભિનેત્રી બોલી, આ દેશનું શું દેશદ્રોહી ચલાવશે. માસૂમોની હત્યા થશે અને આપણે માત્ર ધરણા આપીશું. હું સરકારને કહેવા ઈચ્છુ છું કે પ્લીઝ જલદી આ નરસંહાર રોકો. કંગના આ દરમિયાન ખુબ ભાવુક જોવા મળી હતી અને કંગનાના ફેન્સ પણ તેની આ વાતનું સમર્થન કરી રહ્યાં છે.

(4:38 pm IST)