Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા ગાયત્રી મંદિરમાં ' હોળી ધુળેટી ' ઉત્સવ ઉજવાયો : 28 માર્ચના રોજ કરાયેલી ઉજવણીમાં 3000 ઉપરાંત અનુયાયીઓ જોડાયા : કોવિદ -19 નિયમોના પાલન સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક ,પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી , અને માતાશ્રી ભગવતી દેવીની  પ્રેરણા તથા સૂક્ષ્મ માર્ગદર્શન દ્વારા પરિવારના પ્રમુખ શ્રદ્ધેય શ્રી ડો.પ્રણવ પંડ્યાજી અને શ્રદ્ધેયા શૈલ જીજીના માર્ગદર્શન થકી ન્યુજર્સી સ્થિત ' ગાયત્રી ચેતના સેન્ટર ' ( GCC ) પીસકાટા વે દ્વારા માર્ચ 28 રવિવારના રોજ હોળી ધુળેટીનું આયોજન હાથ ધરાયેલ .

ગાયત્રી મંદિર પીસકાટા વે દ્વારા હિન્દૂ સંસ્કૃતિને ધબકતી રાખવા માટે અનેકવિધ પ્રવૃતિઓ અને તહેવાર ઉજવણીનું પ્લાનિંગ સુચારીપણે હાથ ધરાય છે.3000 જેટલા ઉપસ્થિત ભક્તો માટે વિનામૂલ્યે મહાપ્રસાદીની વ્યવસ્થા દાદ માંગી લ્યે તેવી અવિસ્મરણીય બની રહેશે.

ગાયત્રી મંદિરના પૂજારી પૂજ્ય સુબોધભાઈ અને અ .સૌ. ભારતીબેન નાયકની સીધી દોરવણી મુજબ સરકારી કોરોના મહામારીના સૂચનો ,અને સીડીસી ગાઇડલાઇન્સ  મુજબ માસ્ક પહેરીને હોલિકા દહન ની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંદિરના વિશાળ પ્રાંગણમાં હોળીની પ્રાગટ્ય વિધિ સંપન્ન બની હતી.

કોરોનાને લીધે સંગીત ,પરંપરાગત મ્યુઝિક સરવાણી સતત 3 કલાક ચાલી હતી.મોટા ઢોલ ,સાઉન્ડ સિસ્ટમના બુલંદ અવાજ ,સાથે ઉપસ્થિત ત્રણેક હજાર માનવ મેદની દ્વારા ,નાચતા કુદતા ,આનંદઘેલા બની મસ્તીથી રંગબેરંગી રંગો દ્વારા ઉલ્લાસ પૂર્વક ગાયત્રી મંદિર ભરચક્ક ભરાઈ ગયેલ .

હોળી બાદ બધાને માટે પાઉંભાજી -પુલાવની સાથે મહાપ્રસાદ લઈને યાદગાર સંસ્મરણો લઈને દૂર દૂરથી આવેલ મહેરામણ છૂટો પડેલ .80 થી 100 જેટલા નાનાથી માંડીને આબાલ વૃદ્ધોની સ્વયંસેવકોની ટીમની વ્યવસ્થા આયોજન પૂનમની રાત્રીએ ચાર ચાંદ લગાવી દીધેલા .એટલું સુચારુ આયોજન કરેલ .સ્વયંસેવકોની ટીમની મહેનત દાદ માંગી લે તેવું આકર્ષણ બનેલું .

(6:12 pm IST)
  • કોરોનાના વધતા કેસને લઇને કેન્દ્રીય ચૂંટણીપંચનો નિર્ણય : 3 લોકસભા અને 8 વિધાનસભાની બેઠકો પર થનારી પેટાચૂંટણી મોકૂફ access_time 11:27 pm IST

  • ગયા એક અઠવાડીયામાં વિશ્વમાં નોધાયેલા નવા કોરોના કેસમાંથી ૪૬% કેસો ભારતમાં નોધાયાનું ડબલ્યુએચઓએ જાહેર કર્યુ છે access_time 6:35 pm IST

  • અત્યારે સવારે ૧૦ વાગે શક્તિકાન્ત દાસ શું જાહેરાત કરશે ? સહુની નજર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ અત્યારે સવારે ૧૦ વાગે દેશ સમક્ષ કોઈ મહત્વની વાત કરશે તેમ ન્યુ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:21 am IST