Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

દેશમાં કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો :નવા ફરીવાર 4,12 લાખથી વધુ કેસ : રેકોર્ડબ્રેક 3,24 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :35,62 લાખથી વધુ એક્ટીવ કેસ : પહેલીવાર વધુ 3979 લોકોના મોત :કુલ મૃત્યુઆંક 2,30 લાખને પાર પહોંચ્યો

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 57,640 નવા કેસ, કર્ણાટકમાં 50,112 કેસ, કેરળમાં 41,953 કેસ , ઉત્તર પ્રદેશમાં 31,111 કેસ, તામિલનાડુમાં 23,310 કેસ, આંધ્રપ્રદેશમાં 22,204 કેસ, દિલ્હીમાં 20,960 કેસ, રાજસ્થાનમાં 16,815 કેસ, પશ્ચિમ બંગાળમાં 18,102 કેસ, છત્તીસગઢમાં 15,157 કેસ, ગુજરાતમાં 12,955 કેસ,બિહારમાં 14,836 કેસ, હરિયાણામાં 15,416 કેસ, મધ્યપ્રદેશમાં 12,319 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 4,12,373 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3979 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.30,150 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 4,12,373 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,10,64,862 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 35,62,746એ પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,24,645 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.72,63,196 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 57,640 નવા કેસ નોંધાયા છે જયારે કર્ણાટકમાં 50,112 કેસ, કેરળમાં 41,953 કેસ , ઉત્તર પ્રદેશમાં 31,111 કેસ, તામિલનાડુમાં 23,310 કેસ, આંધ્રપ્રદેશમાં 22,204 કેસ, દિલ્હીમાં 20,960 કેસ, રાજસ્થાનમાં 16,815 કેસ, પશ્ચિમ બંગાળમાં 18,102 કેસ, છત્તીસગઢમાં 15,157 કેસ, ગુજરાતમાં 12,955 કેસ,બિહારમાં 14,836 કેસ, હરિયાણામાં 15,416 કેસ, મધ્યપ્રદેશમાં 12,319 કેસ નોંધાયા છે

(12:24 am IST)