Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ગુજરાતમાં ૨૦મી આસપાસ ચોમાસાનું આગમન

અમદાવાદમાં રાત્રે ૨ ઇંચ વરસી ગયોઃ કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર

નવીદિલ્હીઃ દેશમાં દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય)નું ચોમાસુ કેરળ, લક્ષદ્વીપને તરબોળ કરી  કર્ણાટક થઇ ગોવા નજીક પહોંચ્યું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં મહિનાના અંત ભાગમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. જો કે ગઇ રાત્રે અચાનક અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ  તૂટી પડ્યો હતો. આમ સતત બીજા દિવસે શહેરવાસીઓને ગરમીથી રાહત મળી હતી. બે ઇંચ વરસાદ ખાબકયો હોવાનું જાણવા મળે છે.

 અમદાવાદમાં રાત્રે ૯ વાગ્યા પછી વાદળવાયુ વાતાવરણ થઇ ગયું હતુ. હવામાં ગરમી ઓછી થઇ ગઇ. પછી વીજળીના કડાકા થવા માંડ્યા હતા. ભારે પવન સાથે પછી વરસાદ તૂટી પડ્યો હતો. 

 તો દિક્ષણ અને ઉત્તર કર્ણાટક ઉપરાંત તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં જ્યારે કેરળ અને લક્ષદ્વીપમાં આખો દિવસ વરસાદ પડ્યો હતો.

ભારતીય હવામાન ખાતાએ કેરળમાં આગામી ૧૨ કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ત્રિશૂરમાં ૧૧, કોચ્ચિમાં ૯, કોઝીકોડમાં ૭, વક્કડ (મલ્લપુરમ)માં ૧૬, કેન્ની-કાંજીરાપલ્લી (કોટ્ટાયમ)માં ૧૪, પુંજરમાં ૧૩ અને પિરાવનમાં ૧૨ સેમી વરસાદ નોંધાયો હતો. 

 

દેશના મુખ્ય રાજ્યોમાં આ તારીખે વરસાદનું આગમન થઇ શકે

 -

મહારાષ્ટ્ર

૧૦ જૂને

-

તેલંગાણા

૧૧ જૂને

-

પ.બંગાળ                     

૧૨ જૂને

-

ઓડિશા                       

૧૩ જૂન

-

ઝારખંડ                      

૧૪ જૂન

-

બિહાર-છત્તીસગઢ     

૧૬ જૂન

-

ગુજરાત                   

૨૦ જૂન

-

ઉત્તરાખંડ-મ.પ્ર         

૨૦ જૂન

-

ઉત્તર પ્રદેશ               

૨૨ જૂન

-

હિમાચલ                  

૨૪ જૂન

-

રાજસ્થાન                 

૨૫ જૂન

-

દિલ્હી-હરિયાણા      

૨૭ જૂન

-

પંજાબ                       

૨૮ જૂન

દિલ્હી અને એનસીઆરમાં ગઇકાલે ૫૦-૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. જેના લીધે રાજધાનીમાં ઘણા વૃક્ષો ધરાશાયી થઇ ગયા. હવામાન ખાતાએ લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરતા ઇલેકટ્રોનિકસ ચીજો અને જળસ્ત્રોતોથી દૂર રહેવાની સલાહ આપી હતી.

ચોમાસા અંગેની છેલ્લા ૯ વર્ષની આગાહી કેટલી સાચી પડી?

 

વર્ષ

સ્કાયમેટ

IMD

વરસાદ પડ્યો

-

૨૦૧૨

૯૬ %

૯૯ %             

૯૨ %

-

૨૦૧૩

૧૦૩ %

૯૮ %           

૧૦૬ %

-

૨૦૧૪

૯૪ %

૯૬ %              

૮૮ %

-

૨૦૧૫

૧૦૨ %

૯૩ %              

૮૬ %

-

૨૦૧૬

૧૦૫ %

૧૦૬ %               

૯૭ %

-

૨૦૧૭

૯૫ %

૯૬ %              

 ૯૫ %

-

૨૦૧૮

૧૦૦ %

૯૭ %             

 ૯૧ %

-

૨૦૧૯

૯૩ %            

૯૬ %             

૧૧૦ %

-

૨૦૨૦

–                

૧૦૦ %           

 ૧૦૭ %

-

૨૯૨૧

૧૦૩ %

-

-

(11:58 am IST)