Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

૬ એપ્રિલ બાદ આજે સૌથી ઓછા કેસ નોંધાયાઃ ૨૪ કલાકમાં ૩૩૮૦ મોત

આજે દેશમાં સતત ૨૩માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે

નવી દિલ્હી, તા.૫: કોરોના વાયરસના નવા કેસની સંખ્યા સતત દ્યટી રહી છે તેમ છતાં મોતના આંકડા સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા ૨૪ કલાકમાં ૧ લાખ ૨૦ હજાર ૫૨૯ નવા કોરોના કેસ આવ્યા અને ૩૩૮૦ સંક્રમિતોના મોત થયા છે. જયારે ૧ લાખ ૯૭ હજાર ૮૯૪ લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં ૮૦૭૪૫ એકિટવ કેસ દ્યટ્યા છે. આ પહેલા આટલા ઓછા કેસ ૬ એપ્રિલના રોજ (૧.૧૫ લાખ) નોંધાયા હતા.

આજે દેશમાં સતત ૨૩માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. ૪ જૂન સુધી દેશભરમાં ૨૨ કરોડ ૭૮ લાખ ૬૦ હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે ૩૬ લાખ ૫૦ હજાર લોકોને રસી આપવામાં આવી. જયારે અત્યાર સુધીમાં કુલ ૩૬ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે ૨૦ લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ ૬ ટકાથી વધારે છે.

દેશમાં આજે કોરોનાની સ્થિતિ

કુલ કોરોના કેસ - બે કરોડ ૮૬ લાખ ૯૪ હજાર ૮૭૯

કુલ ડિસ્ચાર્જ - બે કરોડ ૬૭ લાખ ૯૪ હજાર ૫૪૯

કુલ એકિટવ કેસ - ૧૫ લાખ ૫૫ હજાર ૨૪૮

કુલ મોત - ૩ લાખ ૪૪ હજાર ૨૨

દેશમાં કોરોનાથી મૃત્યુ દર ૧.૧૯ ટકા છે જયારે રિકવરી રેટ ૯૨ ટકાથી વધારે થઈ ગયો છે. એકિટવ કેસ ઘટીને ૬ ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એકિટવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જયારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

ગુજરાતમાં ગઈકાલે ૧૧૨૦  નવા કેસ નોંધાયા છે અને ૧૬   દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૯૯૦૬ પર પહોચ્યો છે. રાજયમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજયમાં આજે ૩૩૯૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજયમાં હાલ સાજા થવાનો દર ૯૬.૦૭ ટકા છે.

રાજયમાં અત્યાર સુધી ૭,૮૨,૩૭૪ લોકો ડિસ્ચાર્જ થઈ ચૂકયા છે. રાજયમાં એકિટવ કેસની સંખ્યામાં પણ દ્યટાડો આવ્યો છે. રાજયમાં હાલ એકિટવ કેસનો આંકડો ૨૨૧૧૦ પર પહોંચ્યો છે. જેમાંથી ૪૧૨ દર્દી વેન્ટિલેટર પર અને ૨૧૬૯૮ લોકો સ્ટેબલ છે. રાજયમાં કોરોનાથી રિકવરી રેટ ૯૬.૦૭  ટકા છે.

ગઈકાલે રાજયમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૪, વડોદરા કોર્પોરેશનમાં ૧, વડોદરા ૧, સુરત કોર્પોરેશનમાં ૧,  સુરત ૨,  જામનગર કોર્પોરેશનમાં ૧,  ખેડામાં ૧, ભાવનગરમાં ૧, સાબરકાંઠામાં ૧, જામનગરમાં ૧, દેવભૂમિ દ્વારકામાં ૧ અને નર્મદામાં ૧ દર્દીનું મોત થયું છે. આ સાથે રાજયમાં કુલ ૧૬ દર્દીઓના મોત થયા છે.

(3:04 pm IST)