Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ઇલેક્ટ્રિક વ્હીકલોને લઇને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યોઃ બેટરીથી ચાલનારા વ્હીકલોને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવા પર અથવા તો તેના રિન્યુ અને નવા રજિસ્ટ્રેશનવાળા બોર્ડને લેવા માટે ફીની ચૂકવણીમાંથી ફ્રી કરી દીધાં

અમદાવાદ: બદલાતા સમયની સાથે એક પ્રકારે વાહનની પરિભાષા પણ બદલાઈ છે. ઈંધણની ખપત અને પેટ્રોલ-ડીઝલના કુવાઓ ખાલી થઈ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને હવે નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. ઈંધણના વિકલ્પ તરીકે હવે બેટરી આધારીત વાહનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સરકારે પણ આવા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને મોટી રાહત આપવાનું નક્કી કર્યું છે.

ભારતની વાત કરીએ તો અહીં દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જાય છે. જેને કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. એવામાં ઈલેક્ટ્રીક વાહનો પ્રદૂષણ ઘટાડવા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. ત્યારે સરકાર પણ પેટ્રોલ-ડીઝલના બદલે આવા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારનો ઉત્સાહ વધારવા માટે તેમને પ્રોત્સાહન આપવા માંગે છે.

ઇલેક્ટ્રિક વ્હીકલોને લઇને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે બેટરીથી ચાલનારા વ્હીકલોની RC બુક લેવા મામલે અને તેને રિન્યુ કરવાના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. હકીકતમાં, માર્ગ ટ્રાફિક અને રાજમાર્ગ મંત્રાલય તરફથી બેટરીથી ચાલનારા વ્હીકલોને લઇને નોટિફિકેશન જારી કર્યું છે. હવે એવો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે, બેટરીથી ચાલનારા વ્હીકલોને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) લેવા પર અથવા તો તેના રિન્યુ અને નવા રજિસ્ટ્રેશનવાળા બોર્ડને લેવા માટે ફીની ચૂકવણીમાંથી ફ્રી કરી દીધાં છે.

એવામાં જે લોકો ઇલેક્ટ્રિક કાર અથવા તો બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છે, તેઓને ફાયદો મળવાનો છે. RC બુક પર નહીં લાગે કોઇ ચાર્જ   સીધા શબ્દોમાં જો વાત કરીએ તો જો પ્રસ્તાવોને સ્વીકારી લેવામાં આવે તો ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનને લઇને કોઇ ચાર્જ આપવાનો નહીં રહે. મંત્રાલય તરફથી 27 મે, 2021ના રોજ એક સૂચના પણ બહાર પાડવામાં આવી હતી. અંતર્ગત કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમ, 1989 માં વધુ એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં એવો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે, બેટરીથી ચાલનારા વ્હીકલોની RC પર ફી ના લેવાવી જોઇએ. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, -મોબીલિટીને પ્રોત્સાહન આપવા માટે સૂચના જારી કરવામાં આવી છે. તેની પર સામાન્ય જનતા અને તમામ હિતધારકો પાસેથી વિચાર માંગવામાં આવી રહ્યાં છે, જે ડ્રાફ્ટ સૂચના રજૂ થવાના ત્રીસ દિવસની અંદર આપવામાં આવે. ત્યાર બાદ સરકાર તરફથી તેની પર નિર્ણય લઇ શકાય છે.

ભારત સરકાર ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઇ રહી છે. તે પહેલાં પણ સરકારે ઇલેક્ટ્રિક ગાડીઓની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે સબસિડી જેવાં અનેક પગલાં ઉઠાવ્યાં છે. તમને જણાવી દઇએ કે, પહેલાં દિલ્હી સરકારએ ઇલેક્ટ્રિક વ્હીકલોને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસીને લાગુ કરી હતી. ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત રોડ ટેક્સ માફી બાદ રજિસ્ટ્રેશન ટેક્સમાં પણ છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી સરકારએ પણ લોકોને સલાહ આપવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો અને ત્યાર બાદ આદેશ રજૂ કર્યો હતો. તે પહેલાં દિલ્હી સરકારએ ઇલેક્ટ્રિક વ્હીકલો પર રોડ ટેક્સ પણ માફ કરી દીધો હતો.

(4:35 pm IST)