Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

૯૦% પ્રૌઢ વયના લોકોનું કોરોના રસીકરણ સંપન્‍ન

નવી દિલ્‍હી,તા. ૫ : કેન્‍દ્રીય આરોગ્‍ય પ્રધાન મનસુખ માંડવીયાએ જાણકારી આપી છે કે ભારતમાં ૯૦ ટકા પ્રૌઢ લોકોનું કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ કાર્ય સંપન્ન થયું છે. દેશમાં પ્રૌઢ વયનાં ૯૦ ટકા લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધાં છે.

માંડવીયાએ આને એક મોટી સિદ્ધિ તરીકે ઓળખાવ્‍યું છે અને ટ્‍વીટમાં લખ્‍યું છે કે, હજી લાંબી મજલ કાપવાની છે. રોગચાળા સામેનો જંગ આપણે સાથે મળીને જીતીશું. 

(10:33 am IST)