Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વાયરસ ફરી રૂપ બદલશે તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે : વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગ

કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઈને કહ્યું કે આ ન્યાયસંગત નથી

નવી દિલ્હી :  ભારતના ટોચના માઈક્રો બાયોલોજિસ્ટ અને વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગે કહ્યું કે જો કોરોના વાયરસ ફરી રૂપ બદલશે તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે.

 

વાયરોલોજિસ્ટ કાંગનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરની આગાહી કોઈ કરી શકતું નથી પણ જો વાયરસ આગળ જઈને મ્યૂટેટ થશે તો તે વધારે ઘાતક બની શકે છે. હાલમાં કોરોનાને લઈને કેરળના મોડલની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ રહી છે.

વાયરોલોજિસ્ટ કાંગે કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઈને કહ્યું કે આ ન્યાયસંગત નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાની લડાઈમાં કેરળ મોડલની સોશ્યલ મીડિયા પર ટીકા થઈ રહી છે. સંક્રમણ વધવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્તવામાં આવેલી બેદરકારી જવાબદાર બની રહી છે. તેઓએ કહ્યું કે અહીં સંક્રમણ વધવા માટે બકરી ઈદ પહેલાનો સમય જવાબદાર છે. અહીં ધીમું વેક્સિનેશન અને સાથે ઓછું સીરો પ્રિવેલન્સ પણ રાજ્યને ઢીલ આપવાની મંજૂરી આપતું નથી

(12:00 am IST)