Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રાજ કુંદ્રાના લેપટોપથી વધુ ૬૮ અશ્લીલ વીડિયો મળ્યા

ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ પોલીસને મળી : કુંદ્રા તપાસમાં સહકાર નથી આપી રહ્યો, તે સતત પુરાવાનો નાશ કરતો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી : પોલીસ

મુંબઈ, તા. : અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં રાજ કુંદ્રા જેલમાં છે ત્યારે પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાજ કુંદ્રા અને તેની કંપનીના આઈટી હેડ રાયર થોરપની અરજી પર સોમવારે સુનાવણી થઈ હતી જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, રાજ કુંદ્રા તપાસમાં સહકાર નથી આપી રહ્યો અને તે સતત પુરાવાનો નાશ કરતો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

સરકારી વકીલ અરુણા પાઈએ સોમવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ .એસ. ગડકરીની સિંગલ બેન્ચને જણાવ્યું કે, રાજ કુંદ્રા અને રાયનની ધરપકડ કરવામાં આવી કારણકે ૧૯ જુલાઈએ જ્યારે પોલીસે તેમની ઓફિસમાં દરોડા પાડ્યા હતા ત્યારે તેઓ ડેટા ડિલીટ કરતા હતા. તેઓ વોટ્સએપ ચેટ ડિલીટ કરતાં હતા. અમને નથી ખબર કે તેણે કેટલો ડેટા ડિલીટ કર્યો છે.

પોલીસ હજી પણ ડેટા પાછો મેળવવાના પ્રયાસમાં છે. જો આરોપી પુરાવા નષ્ટ કરતો રહે તો શું તપાસ એજન્સી ચૂપચાપ બેસીને જોતી રહે? પોર્ન રેકેટના કેંદ્રસ્થાને રહેલી હોટશોટ એપનો એડમિન રાજ કુંદ્રા છે. રાજ કુંદ્રાની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને તેનું લેપટોપ મળ્યું હતું અને તેમાંથી ૬૮ પોર્ન વિડીયો રિકવર કરવામાં આવ્યા છે. સ્

ટોરેજ એરિયા નેટવર્કમાંથી અગાઉ ૫૧ અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા અને હવે તેમાં બીજા ૬૮ ઉમેરાયા છે, તેમ સરકારી વકીલે ઉમેર્યું. રાજ કુંદ્રાના લેપટોપમાંથી પોલીસને સેક્સ્યુઅલ કન્ટેન્ટ સાથે ફિલ્મોની સ્ક્રિપ્ટ મળી છે.

સાથે હોટશોટ્સ એપ અને બોલિફેમ (જે રાજ કુંદ્રાનો પ્લાન બી હતી. વાંધાજનક કન્ટેન્ટના કારણે એપસ્ટોર અને પ્લેસ્ટોર પર હોટશોટ્સ એપ હટાવાઈ હતી ત્યારે રાજે બોલિફેમ એપ લોન્ચ કરવાની તૈયારી કરી હતી) એપની માર્કેટિંગ સ્ટ્રેટજી અને ફાઈનાન્શિયલ પ્રોજેક્શનની વિગતો દર્શાવતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મળ્યું છે, તેમ સરકારી વકીલ અરુણા પાઈએ ઉમેર્યું.

બીજી તરફ રાજ કુંદ્રાનો બચાવ કરતાં તેના વકીલ આબાદ પોંડાએ આરોપ નકારી કાઢ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે, રાજનો ફોન, લેપટોપ સહિતના ડિવાઈસ પોલીસે તપાસ દરમિયાન જપ્ત કરી લીધા હતા. રાયનના વકીલ અભિનવ ચંદ્રચુડે દલીલ કરી કે, તેને કલમ ૪૧એ હેઠળ નોટિસ અપાઈ હતી પરંતુ તે જવાબ આપે તે પહેલા ધરપકડ કરાઈ હતી.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. દરમિયાન ગયા વર્ષે પોલીસે રાજ કુંદ્રા સામે નોંધેલા આવા એક અન્ય કેસમાં આગોતરા જામીન અરજી રાજે કરી છે અને તેના પર ચુકાદો અનામત રખાયો છે.

(12:00 am IST)