Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

યોગીનો જોરદાર પ્રશંસક છે આ નાનો બાળક

યુપી વિધાનસભાની ચૂંટણીમાં કરવા માંગે છે પ્રચાર : અગ્રિત મુખ્યમંત્રી યોગની જેમ જ ભગવા કલરના વસ્ત્રો ધારણ કરે છે

લખનૌ,તા. ૪: ઉત્ત્।ર પ્રદેશના મેરઠમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક નાના પ્રશંસકની ઘણી ચર્ચા થઇ રહી છે. સીએમનો આ અનોખો પ્રશંસક બિલકુલ તેમની જેમ જ વાત કરે છે. ૯ વર્ષનો અગ્રિત મુખ્યમંત્રીની જેમ ભાષણ આપવાની એકિટંગ કરે છે. તે વેશભૂષા પણ યોગી આદિત્યનાથની જેમ ધારણ કરે છે.

 મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગેટઅપમાં તેમના હાવભાવમાં ભાષણ આપતા અગ્રિતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ચોથા ધોરણમાં ભણતા આ નાના પ્રશંસક પાસે પહોંચ્યું હતું. તો તેણે આગામી વિધાનસભા ચૂંટણીમાં સીએમ યોગી માટે પ્રચાર કરવાની ઇચ્છા વ્યકત કરી હતી.

 અગ્રિત સીએમ યોગી આદિત્યનાથનો મોટો પ્રશંસક છે. તેણે પોતાના માથેથી વાળ પણ કઢાવી નાખ્યા છે. પોતાના વાળ દાન કરી દીધા છે.

 અગ્રિત મુખ્યમંત્રી યોગીની જેમ જ ભગવા કલરના વસ્ત્રો ધારણ કરે છે. તેના હાથમાં કુંડલ છે. સાથે એક હાથમાં ઘડિયાળ છે.

(10:21 am IST)