Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગર્લફ્રેન્ડને ખોળામાં બેસાડી બૂલેટ ડ્રાઇવ કરી રહ્યો હતો યુવકઃ લોકોએ તેમની એવી હાલત કરી કે તે જીવનભર ભૂલશે નહીં

ફિલ્મી અંદાજમાં બૂલેટ પર પોતાની પ્રેમિકા સાથે મટરગશ્તી કરવી એક વ્યકિતને મોંઘી પડી

ગયા, (બિહાર),તા.૪:  ફિલ્મી અંદાજમાં બૂલેટ પર પોતાની પ્રેમિકા સાથે મટરગશ્તી કરવી એક વ્યકિતને મોંદ્યી પડી છે. સામાન્ય રીતે કોઈપણ બાઇક પર બે લોકો આગળ પાછળ બેસે છે. જોકે આ યુવકે સ્ટંટમાં કહો કે ઇશ્કના ઓવરડોઝમાં બાઇક ડ્રાઇવ કરવા દરમિયાન પોતાની પ્રેમિકાને આગળ પેટ્રોલની ટાંકી પર બેસાડી હતી. એવી રીતે બેસાડી હતી જાણો કે તે બાઇકના બદલે તેના ખોળામાં બેસી હોય તેમ જોવા મળતું હતું. જોકે પ્રેમી યુગલની આ મસ્તી ગામના લોકોને પસંદ પડી ન હતી. બાઇક પર રાઇડ દરમિયાન ખુલ્લી રીતે પ્રેમનો એકરાર કરી રહેલા આ પ્રેમી યુગલને લોકોએ પકડ્યા હતા. આ પછી લોકોએ તેમની એવી હાલત કરી કે તે જીવનભર ભૂલશે નહીં.

ગામના લોકોએ જયારે બંનેને પકડ્યા તો ગાળો આપી અને અપશબ્દો કહ્યા હતા. ગામના લોકોએ પ્રેમી યુગલને ઠપકો આપતા કહ્યું કે આ ગામ છે, ગામમાં આવી રીતે ચાલે નહીં. આ દરમિયાન યુવતીએ પહેલા પોતાના પ્રેમીને અહીંયાથી ચાલ્યા જવાની વાત કહી. જોકે રિક્ષામાં તેમનો પીછો કરીને બંને પકડ્યા હતા અને બંનેને પોતાની ભાષામાં ઠપકો આપ્યો હતો.

બૂલેટ વાળા પ્રેમી યુગલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. બિહારના ગયા જિલ્લામાં ઝડપથી વાયરલ થઇ રહેલો આ વીડિયો કયાંનો છે તેના વિશે હાલ જાણ થઇ નથી. જોકે આ વીડિયોમાં યુવક પોતાનું એડ્રેસ ગયા બતાવી રહ્યો છે. આ વીડિયોમાં ગ્રામીણ પહેરવેશમાં રહેલો વ્યકિત ચેતવણી ભરેલા અંદાજમાં અપશબ્દો કહેતો જોવા મળે છે.

(10:23 am IST)