Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દિલ્હીના સ્પા સેન્ટર્સમાં મહિલાઓ અને પુરૂષો એકબીજાની મસાજ નહીં કરી શકે

મહિલાઓનું જાતિય શોષણ અટકાવવા મહત્ત્વનો નિર્ણય

નવી દિલ્હી,તા.૪:  બ્યુટી સ્પા અને મસાજ સેન્ટર્સની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્ત્િ।ઓ અને જાતિય શોષણની દ્યટનાઓને અટકાવવા માટે દિલ્હી સરકારે નવી માર્ગદર્શીકા જારી છે. આ માર્ગદર્શિકા અનુસાર હવેથી સ્પામાં કોઈ મહિલા કર્મી કોઈ પુરુષ ગ્રાહકની કે પુરુષ કર્મચારી મહિલા ગ્રાહકની મસાજ નહીં કરી શકે. સ્પા અને મસાજ સેન્ટરમાં પુરુષો અને સ્ત્રીઓના પ્રવેશની અલગ વ્યવસ્થા કરવાની રહેશે. દિલ્હી મહિલા આયોગ દ્વારા આ પ્રકારના મસાજ સેન્ટર્સ અને સ્પામાં યુવતીઓનું જાતિય શોષણ થતું હોવાની કરાયેલી ફરિયાદો બાદ સરકારે આ મામલે માર્ગદર્શિકા જારી કરી છે.

માર્ગદર્શિકા અનુસાર હવેથી બંધ ઓરડામાં સ્પા અને મસાજ કરવાની મંજૂરી નહીં અપાય. આ ઉપરાંત મસાજ માટે કે સ્પા માટે આવતા તમામ ગ્રાહકોના આઈડી કાર્ડ લેવા આવશ્યક બનાવાયા છે. એટલું જ નહીં મસાજ પાર્લર કે સ્પા સેન્ટરના સંચાલકોએ ગ્રાહકનો ફોન નંબર અને આઈડી પ્રુફ વગેરેની માહિતીની નોંધ પણ રાખવાની રહેશે.

માર્ગદર્શિકામાં સ્પા અને મસાજ સેન્ટરના સમય પણ નિર્ધારિત કરાયા છે. જે મુજબ સ્પા અને મસાજ સેન્ટર્સ સવારના ૯ થી રાતના ૯ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. સેન્ટરમાં કામ કરતાં માલિશ કરનારા પાસે ફિઝિયોથેરેપી અથવા એકયુપ્રેશર કે અન્ય જરૂરી ડિગ્રી/ ડિપ્લોમા કે પ્રમાણપત્ર હોવું જરૂરી છે. કોઈ પણ કર્મચારી વિરુદ્ઘ દેહવ્યાપાર કે તે સંબંધિત કેસ ના થયેલો હોવો જોઈએ અને તમામ કર્મચારીની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

સ્પા અને મસાજ સેન્ટરમાં કોઈ પણ પ્રકારની જાતિય ક્રિડાઓ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આવા કોઈ સ્પા કે મસાજ સેન્ટર્સમાં જો કોઈ ગ્રાહક કે સંચાલક દેહવેપાર કે અન્ય કોઈ અનૈતિક કામગીરી કરતા પકડાશે તો તેમની વિરુદ્ઘ કાયદેસરના પગલાં લેવાની જોગવાઈ કરાઈ છે.

(10:24 am IST)