Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સાત બિલ પર ચર્ચા માટે વિપક્ષ તૈયાર

વેંકૈયા નાયડૂની અપીલથી ખતમ થશે રાજયસભાનો હંગામો?

નવી દિલ્હી,તા.૪: પેગાસસ સ્પાઇવેર મુદ્દા પર સંસદમાં ૧૧ દિવસથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે સરકાર અને વિવિધ વિપક્ષી દળોએ રાજયસભામાં એક વૈધાનિક પ્રસ્તાવ અને સાત બિલ લાવવાના સંબંધમાં મંગળવારે સહમતિ વ્યકત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સંસદના ઉપલા ગૃહમાં કરવામાં આવતા કાર્યની રૂપરેખા તૈયાર કરવા માટે થયેલી બેઠકમાં આ બિલ પર ચર્ચા માટે ૧૭ કલાકનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ કહ્યુ કે બેઠકની અધ્યક્ષતા રાજયસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કરી, જેમણે ફરીથી બધા પક્ષોને ગૃહને સામાન્ય રૂપથી કામકાજ કરાવવામાં સક્ષમ બનાવવાની અપીલ કરી છે.

નાયડૂની રક્ષા અને ગૃહ મંત્રીઓ સહિત સરકારના સર્વોચ્ચ નેતૃત્વ સાથે મુલાકાત બાદ, બેઠકમાં કેન્દ્રએ કિસાનોના મુદ્દા, મોંદ્યવારી અને દેશમાં આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવાની ઈચ્છા વ્યકત કરી. નાયડૂએ અન્ય દળો પાસે તેને આગળ વધારવાનો આગ્રહ કર્યો, પરંતુ વિપક્ષ પેગાસસ જાસૂસી વિવાદ અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને થનારા ખતરા પર ચર્ચા પર ભાર આપ્યો હતો.

સૂત્રોએ હાલમાં જાહેર થયેલા સૂચના અને ટેકનોલોજી નિયમોને રદ્દ કરવા માટે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) ના સભ્ય બિનોય વિશ્વમ અને એમવી શ્રેયમ્સ કુમાર દ્વારા આપવામાં આવેલી નોટિસ માટે જવા પર પણ સહમતિ થઈ છે.

પરંતુ વિપક્ષ કોઈપણ કામકાજ શરૂ કરતા પહેલા પેગાસસ મુદ્દા પર ચર્ચા કરાવવા પર ભાર આપી રહ્યું છે. વિપક્ષના એક સભ્યએ કહ્યુ- જયાં સુધી જાસૂસીના મુદ્દા પર ચર્ચા નહીં થાય ત્યાં સુધી ગૃહમાં કોઈ કામકાજ થશે નહીં.

(10:24 am IST)