Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ફરી કોરોનાનો ફુંફાડો : કાળજી નહિ રખાય તો સ્થિતિ બેકાબુ બનશે

ત્રીજી લહેરને લઇને સર્વત્ર ઉચાટનો માહોલ : વૈજ્ઞાનિકની ચેતવણી... સ્થિતિ નહિ સુધરે કે લોકો નહિ સુધરે તો કોરોના તાંડવ મચાવશે : વાયરસના નવા સ્વરૂપથી ખતરો છે : પુરતી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે

નવી દિલ્હી તા. ૪ : કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે ચારેય બાજુ અસમંજસનોમાહોલ છે. દેશની વરિષ્ઠ વૈજ્ઞાનિક અને માઈક્રોબાયોલોજિસ્ટ પ્રો. ગગનદીપનું કહેવું છે કે જો હાલની સ્થિતિ બદલશે નહીં તો અથવા આપણે નહીં સુધરીએ તો કોરોના મહામારીની ત્રીજી લહેર વિશાળકાય બની શકે છે. પ્રો. ગગનદીપ કંગે સ્પષ્ટ કહ્યું કે ત્રીજી લહેરમાં સંક્રમણની સ્થિતિઅંગે કોઈ અનુમાન લગાવી શકાય નહીં. કોઈ પણ એ જાણકારી મેળવી શકયું નથી કે આવનાર સમયમાં વાયરસ કયારે મ્યુટેટકરી લેશે અને કયારે ઘાતક સ્વરૂપ ધારણ કરી લેશે.

કેરળમાં સંક્રમણના વધતા કેસ અંગે તેઓએ કહ્યું કે કેરળની ટીકા કરવી અયોગ્ય છે. સોશિયલ મીડિયા પર કેરળ વિશે ખરાબ બોલવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે રસીકરણનો ઓછો દર અને સ્થાનિક સ્તર પર રાખવામાં આવતી બેદરકારીના કારણે વાયરસ ફરી ફેલાય રહ્યો છે. તેઓએ કહ્યું કે સંક્રમણનો દર બકરી ઈદ પહેલા પણ વધી રહ્યો હતો. તેમાંથી સબક લઈને અન્ય રાજયો સાવધાની રાખે નહિતર વાયરસ કોઈને છોડશે નહીં.

પ્રો. કંગે કહ્યું કે કેરળ જ નહીં દેશના અન્ય રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રતિબંધો લગાવીનેથાકી ચુકયા છે. રાજયો તેમજ પ્રદેશો પર લોકોનું પણ રાજયને ખોલવાનું દબાણ છે પરંતુ આ સમય યોગ્ય નથી. આઇઆઇટી હૈદરાબાદ અને કાનપુર વિશેષજ્ઞોએ મેથેમેટિકલ મોડેલના આધાર પર કહ્યું છે કે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધીમાં કોઈ નવા મ્યુટેશનનાપુરાવા નથી મળ્યા.

નવા કેસમાં ઘટાડાનું કારણ ઓછું છે કારણકે ગયા સોમવારે દેશમાં કોરોનાનો સંક્રમણ દર અંદાજે એક ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકરી આપી કે છેલ્લા એક દિવસમાં ૩૦,૫૪૯ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક દિવસમાં ૪૨૨ લોકોના મોત થયા છે. તેની સાથે જ રિકવરી દર ૯૭.૩૮ ટકા નોંધવામાં આવ્યો છે. બીજીબાજુ સક્રિય દર્દીની સંખ્યા ઘટીને ૪,૦૪,૯૫૮ નોંધવામાં આવી છે. હાલમાં કેટલાક મામલાની સરખામણીએ સક્રિય કેસ ૧૦૨૮ ટકા છે.

કેરળમાં લોકડાઉનના લીરેલીરા ઉડ્યા, સંક્રમણમાંધરખમ વધારો થયો, કેરળ ગયેલીઉચ્ચ સ્તરીય સમિતિના રિપોર્ટના જણાવ્યા મુજબ,જે જીલ્લામાં લોકડાઉન લગાવામાં આવ્યું છે ત્યાં પ્રથમ સપ્તાહ બેઅસર રહ્યું છે. કેટલાક જીલ્લામાંસંક્રમણ દર ૧૭ ટકાથી વધુ મળી રહ્યો છે. સમિતિએ કંટેટમેન્ટજોન, બફર ઝોનમાંયોગ્ય કાર્ય કરવાની સલાહ આપી છે.

(10:57 am IST)