Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રેસલર રવિ દહિયાની સેમિફાઇનલમાં એન્ટ્રી : બુલ્ગારિયાનાં રેસલરને આપ્યો પરાજય

રવિએ બુલ્ગારિયાનાં વેલેન્ટાઇનોવ જ્યોર્જી વાંગેલોવને 14-4થી હરાવ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય રેસલર માટે આજનો દિવસ શુભ સાબિત થઇ રહ્યો છે ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ 57 કિલોગ્રામ વર્ગમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં એકતરફી જીત નોંધાવી છે, જે બાદ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિએ બુલ્ગારિયાનાં વેલેન્ટાઇનોવ જ્યોર્જી વાંગેલોવને 14-4થી હરાવ્યો.હતો

રવિએ પ્રથમ રાઉન્ડમાં વેલેન્ટાઇનોવને 6-2થી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં વિરોધી કુસ્તીબાજે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરતા તેને 2 પોઈન્ટ મળ્યા હતા, પરંતુ રવિએ સતત પોઈન્ટ મેળવ્યા બાદ ફરીથી 10 પોઈન્ટ સાથે મેચ પૂર્ણ કરી હતી. હવે તેનો સામનો સેમિફાઇનલમાં કઝાકિસ્તાનનાં નુરીસ્લામ સનાયેવ સાથે થશે, જેણે ક્વાર્ટર ફાઇનલમાં યજમાન જાપાનનાં તાકાહાશી યુકી સામે 4-4થી ડ્રોમાં તકનીકી આધાર પર મેચ જીતી હતી. અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રવિએ બીજા રાઉન્ડમાં કોલંબિયાનાં ઓસ્કર એડ્યુઆર્ડો ટાઇગ્રેરોસ્કો ઉર્બાનોને 13-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રવિ દહિયાએ પ્રથમ રાઉન્ડ 3-2થી જીત્યો હતો, પરંતુ બીજા રાઉન્ડમાં સંપૂર્ણપણે પ્રભુત્વ મેળવ્યું હતું. તેણે પોઈન્ટ એકત્ર કરવાનું ચાલુ રાખ્યું અને પોતાની લીડ માર્જિન વધારીને 10 થી વધુ કરી દીધું, જેના કારણે તેને મેચ વચ્ચે જ અટકાવીને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

(11:47 am IST)