Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પેગાસસ મુદ્દે સંસદ ઠપ્પ : બંને ગૃહ સ્થગિત

૧૧ દિવસથી સરકાર - વિપક્ષ આમને - સામને

નવી દિલ્હી તા. ૪ : આજે સંસદનો ત્રીજા સપ્તાહનો ત્રીજો દિવસ છે. પેગાસસ મુદ્દે આજે પણ સંસદમાં હોબાળો થયો છે. સૌથી પહેલા આજે રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ પેગાસસ મુદ્દે નારેબાજી કરી ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બે વાર સ્થગિત થયા બાદ ફરી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

અત્યાર સુધી મોનસુન સત્ર વિપક્ષના હોબાળાના લીધે ઠપ્પ રહ્યું છે. વિપક્ષ સતત જાસૂસીકાંડ, કૃષિ કાયદા અંગે હુમલાવર છે. સંસદમાં પેગાસસ જાસૂસી કાંડ પર સંસદમાં હોબાળો ચાલુ રહ્યો. સરકાર અને વિપક્ષ બંને તેમના વલણ પર અડગ રહ્યા. સંસદમાં ૧૧ દિવસથી સરકાર - વિપક્ષ આમને - સામનેની સ્થિતિ છે.

સંસદમાં કોંગ્રેસના વિપક્ષી નેતા રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, અમે પહેલા પેગાસસ પર ચર્ચા કરવા ઇચ્છીએ છીએ. અમે ખેડૂતોના મુદ્દા, મોંઘવારી, પેટ્રોલ - ડિઝલની કિંમતો અન્ય મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. દરેક વિપક્ષી પાર્ટીઓ ચર્ચા માટે તૈયાર છે પરંતુ દુર્ભાગ્યથી સરકાર ચર્ચા કરવા માટે તૈયાર નથી.

(3:21 pm IST)