Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પ્રાઇવેટ હોસ્પિટલો માટેના ૨૫ ટકા વેકસીનના કોટાને ઘટાડી શકે છે સરકાર : કોઇ લેવા જતુ નથી

ટુંક સમયમાં વધુને વધુ વેકસીન મળવા લાગશેઃ સરકાર : સરકાર ખાનગી હોસ્પિટલો પાસે પડેલા જથ્થાને પણ પરત લઇ લેશે

નવી દિલ્હી, તા.૪: રસી ઉત્પાદક કંપનીઓ માટે ખાનગી હોસ્પિટલો માટે ૨૫ ટકા રસી અનામત રાખવાની જવાબદારી આગામી સમયમાં દૂર કરી શકાય છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં ખાનગી સ્થળોએ રસીકરણની ધીમી ગતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઈ શકાય છે.

વાસ્તવમાં, ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીએ સરકારને ખાનગી હોસ્પિટલો માટે રસી કવોટા દ્યટાડવા અંગે પ્રશ્ન કર્યો હતો. આ અંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે તેને દ્યટાડવાની કોઈ જરૂર નથી કારણ કે કેન્દ્ર સરકાર પહેલાથી જ સરકારી કેન્દ્રોમાં ખાનગી હોસ્પિટલો દ્વારા ઉપયોગમાં લેવાતી રસીઓનો ઉપયોગ કરી રહી છે.

તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનામાં ખાનગી ક્ષેત્રમાં આપવામાં આવેલા કવોટામાંથી માત્ર ૭ થી ૯ ટકા રસી આપવામાં આવી છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારે રસી ઉત્પાદકો સાથે વાત કરી છે અને તેમને ખાનગી ક્ષેત્રના કેન્દ્રો અથવા હોસ્પિટલોમાં જરૂર હોય તેટલી રસી આપવાનું કહ્યું છે. ખાનગી હોસ્પિટલો/ક્ષેત્રોના નામે ૨૫% કવોટા રાખવાની જરૂર નથી.

આનો અર્થ એ છે કે રસીઓ ખાનગી ક્ષેત્રને તેમની માંગના આધારે પૂરી પાડવામાં આવશે અને બાકીની રસીનો ઉપયોગ સરકાર દ્વારા ચલાવવામાં આવતા મફત રસીકરણ અભિયાનમાં કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે અગાઉ દ્યણા રાજયોના મુખ્યમંત્રીઓએ પણ પીએમ મોદીને અપીલ કરી હતી કે ખાનગી ક્ષેત્રને રસીના ડોઝના ૨૫ ટકા ફાળવતા નિયમમાં ફેરફાર કરવામાં આવે, કારણ કે તેનો ઉપયોગ ૨૫ ટકાથી ઓછો હતો.

(4:03 pm IST)