Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કોર્પોરેટ દેવાદારનું લોન ખાતું NPA તરીકે જાહેર કર્યાના 3 વર્ષ પછી પણ દાવો દાખલ કરી શકાય છે : દેવાદારે 3 વર્ષની સમય મર્યાદા પહેલા દેવું કબુલ કર્યું હોવું જોઈએ : ઈનસોલવંસી એન્ડ બેંકરપ્સી કોડ ( IBC-7 )મુજબ દાવો દાખલ કરવા સુપ્રીમ કોર્ટ ખંડપીઠની મંજૂરી


ન્યુદિલ્હી : દેના બેન્ક વિરુદ્ધ શિવકુમાર રેડ્ડીએ કરેલા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે કોર્પોરેટ દેવાદારનું  લોન ખાતું  NPA તરીકે જાહેર કર્યાના 3 વર્ષ પછી પણ દાવો દાખલ કરી શકાય છે . જે માટે દેવાદારે 3 વર્ષની સમય મર્યાદા પહેલા દેવું કબુલ કર્યું હોવું જોઈએ
.ઈનસોલવંસી એન્ડ બેંકરપ્સી કોડ ( IBC-7 ) મુજબ દાવો દાખલ કરવા સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ ઇન્દિરા બેનર્જી અને વી રામસુબ્રમણ્યમની ખંડપીઠે મંજૂરી આપી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે IBC ની કલમ 7 હેઠળની અરજીમાં દલીલોમાં સુધારો કરવા, અથવા ફોર્મમાં IBC ની કલમ 7 હેઠળ અરજી સાથે શરૂઆતમાં દાખલ કરાયેલા દસ્તાવેજો સિવાય વધારાના દસ્તાવેજો દાખલ કરવા માટે કાયદામાં કોઈ અવરોધ નથી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:21 pm IST)