Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

આયુષ અને એલોપથી ડોક્ટરો માટે અલગ અલગ નિવૃત્તિ વય યોગ્ય નથી : તફાવત માત્ર સારવારની પદ્ધતિનો છે : બંને પ્રકારના તબીબો માટે નિવૃત્તિની વય સમાન હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ

ન્યુદિલ્હી : આયુષ અને એલોપથી ડોક્ટરો માટે અલગ અલગ નિવૃત્તિ વય અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનના અનુસંધાને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તફાવત માત્ર સારવારની પદ્ધતિનો છે .બંને પ્રકારના તબીબો માટે નિવૃત્તિની વય સમાન હોવી જોઈએ

દિલ્હી હાઇકોર્ટના નિર્ણય સામે નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી અંગે જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને ઋષિકેશ રોયની ખંડપીઠે જણાવ્યું હતું કે એનડીએમસી હેઠળ કામ કરતા આયુષ ડોકટરો, એલોપેથિક ડોકટરોની માફક નિવૃત્તિની વય વધારવા માટે  હકદાર છે.  આયુષ ડોકટરો આયુર્વેદ, યુનાની વગેરે જેવી સ્વદેશી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને સીએચએસ ડોકટરો તેમના દર્દીઓની સંભાળ રાખવા માટે એલોપથીનો ઉપયોગ કરે  છે. સારવારની પદ્ધતિ નિવૃત્તિ વયમાં બાધારૂપ બનશે નહીં .તેથી એલોપથી ડોક્ટરોની માફક આયુષી ડોક્ટરોની નિવૃત્તિ વય પણ 65 વર્ષ ગણાશે.તેમ નિર્ણય આપ્યો હતો.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:06 pm IST)