Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ભારતીય બોલરોના આક્રમણ સામે ઇંગ્લેન્ડ 184 રનમાં સમેટાયુ : બુમરાહે 4 અને શામીએ 3 વિકેટ ઝડપી

ઇંગ્લેન્ડે શૂન્યના સ્કોર પર જ બર્ન્સની વિકેટ ગુમાવી: જો રુટની 64 રનની કેપ્ટ્ન ઇનિંગ અન્ય તમામ બેટ્સમેન નિષ્ફ્ળ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંગહામમાં પાંચ ટેસ્ટ મેચોની પ્રથમ મેચ રમવાની શરુઆત થઇ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ મોટો સ્કોર ખડકી શકી નહોતી. પ્રથમ દિવસની રમતની શરુઆત કરતા જ ઇંગ્લેન્ડે ઓપનર રોરી બર્ન્સની વિકેટ પ્રથમ ઓવરમાં જ શૂન્ય પર ગુમાવી હતી. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનીંગ 183 રને સમેટાઇ હતી. જસપ્રિત બુમરાહે  4 અને શામીએ 3 વિકેટ ઝડપી હતી.

 

ટોસ જીતીને પ્રથમ દાવ લેવાની ગણતરી ભારતીય બોલરોએ ઇંગ્લીશ ટીમની ખોટી ઠેરવી દીધી હતી. ભારતીય બોલરોએ શરુઆતમાં ઓપનર રોરી બર્ન્સની વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે શૂન્યના સ્કોર પર જ બર્ન્સની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ વિકેટ બચાવીને રમત રમવાનો પ્રયાસ સીબલી અને ક્રાઉલી એ કર્યો હતો. પરંતુ ક્રાઉલી ની વિકેટ 42 રનના સ્કોર પર ગુમાવી હતી. તેણે 68 બોલમાં 27 રન કર્યા હતા. સિબલીએ 70 બોલમાં 18 રનની ઇનીંગ રમી હતી.

કેપ્ટન જો રુટ અને જોની બેયરસ્ટોએ 50 રન થી વધુની ભાગીદારી રમત રમી હતી. બંને એ સ્કોર બોર્ડને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જોકે બેયરિસ્ટો 71 બોલમાં 29 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. તુરત જ ડેનિયલ લોયરન્સ અને જોસ બટલર બંને શૂન્ય-શૂન્ય રન સાથે પેવિલિયન પરત ફરતા 138 ના સ્કોર પર ઇંગ્લેન્ડ 6 વિકેટ પર આવી ચુક્યુ હતુ. જો રુટ પણ સાતમી વિકેટના રુપે 108 બોલમાં 64 રન કરીને આઉટ થયો હતો. 155 ના સ્કોર પર 8મી વિકેટ ઓલી રોબિન્સન અને 160 ના સ્કોર પર સ્ટુઅર્ટ બ્રોડની વિકેટ ગુમાવી હતી. આમ એક સમયે મજબૂત સ્થિતીમાં ઇંગ્લીશ ટીમ નબળી સ્થીતીમાં આવી ગયુ હતુ.

 

જસપ્રિત બુમરાહ, મહંમદ શામી અને શાર્દુલ ઠાકુરે શાનદાર બોલીંગ કરી હતી. બુમરાહે ઓપનર જોડી તોડી હતી. જ્યારે શામીએ જો રુટ અને બેયરિસ્ટોની જામી ચુકેલી જોડીને તોડી ને ઇંગ્લેન્ડની મુશ્કેલી વધારી દીધી હતી. ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના 4 બેટ્સમેનોને શૂન્ય પર પરત મોકલ્યા હતા.

(10:20 pm IST)