Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

બિહારમાં ધોરણ 1 થી 10 ના વર્ગ માટે શાળાઓ ખોલવાની તૈયારી : મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી

7 ઓગસ્ટથી 9 થી 10ની તમામ શાળાઓ ખુલશે :1 થી 8 ના વર્ગો 16 ઓગસ્ટથી ખોલવામાં આવશે

પટના :બિહાર સરકાર દ્વારા ધોરણ 1 થી 10 ના વર્ગ માટે શાળાઓ ખોલવાની તૈયારી કરી રહી છે. કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી શાળાઓ બંધ હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી છે કે કોરોના સંક્રમણમાં કેસો ઘટતાં જ 7 ઓગસ્ટથી 9 થી 10ની તમામ શાળાઓ ખુલશે ત્યારબાદ 1 થી 8 ના વર્ગો 16 ઓગસ્ટથી ખોલવામાં આવશે.આ સાથે, મુખ્યમંત્રીએ કહ્યું કે કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓની 50 ટકા હાજરી સાથે કાર્ય કરી શકશે. સીએમ નીતિશે એમ પણ કહ્યું કે બાળકોને શાળાઓમાં કોવિડ ગાઇડલાઇન વિશે માહિતી આપવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 11 અને 12ના વર્ગની તમામ શાળાઓ, તમામ ડિગ્રી કોલેજો, તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને ટેકનીકી શૈક્ષણિક સંસ્થાઓ 12 જુલાઇથી કુલ વિદ્યાર્થી સંખ્યાની 50 ટકા હાજરી સાથે ખુલી છે.નોંધનીય છે કે કોરોનાની સ્થિતિ ભારતમાં હાલ કંટ્રોલમાં છે પરતુ હજીપણ જોખમ યથાવત છે. કોરોનાની ગાઇડલાઇન સાથે શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ગઇ છે.

(12:00 am IST)