Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

હવે સરકારી શાળાઓમાં પણ હશે પ્લે સ્કૂલ :મોદી કેબિનેટનો નિર્ણય: સમગ્ર શિક્ષણ સ્કીમ 2.0ને મંજૂરી

સંપૂર્ણ શિક્ષણ સ્કીમ 2.0 લાગુ કરવા અને કેન્દ્ર આયોજીત વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટનો કાર્યકાળ બે વર્ષ વધુ વધારવાનો નિર્ણય

મોદી કેબિનેટની બેઠકમાં બુધવારે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સંપૂર્ણ શિક્ષણ સ્કીમ 2.0 લાગુ કરવા અને કેન્દ્ર આયોજીત વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટનો કાર્યકાળ બે વર્ષ વધુ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષણ યોજના 2.0 એક એપ્રિલ 2021થી 31 માર્ચ 2026 સુધી લાગું રહેશે, તેના પર 2.94 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો આવશે. શિક્ષણ પ્રધાને જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અંતર્ગત સમગ્ર શિક્ષણ યોજના 2.0માં પ્લે સ્કૂલ તેમજ આંગણવાડીને ઔપચારીક રૂપ આપવામાં આવશે.

તેની અંતર્ગત સૂચના તેમજ પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને જણાવ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટની કેન્દ્ર દ્રારા આયોજીત યોજનાનું કાર્યકાળ પણ બે વર્ષ વધુ વધારી દીધું છે.બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સમગ્ર શિક્ષા અભિયાનને એક એપ્રિલ 2021થી 31 માર્ચ 2026 સુધી વધારવાની મંજૂરી પ્રદાન કરી દીધી છે.

જેના દાયરામાં સરકારી તેમજ સરકારી સહાયતા પ્રાપ્ત 11.6 લાખ સ્કૂલ, 15.6 કરોડ બાળકો અને 57 લાખ શિક્ષક આવશે. આ સ્કીમ અંતર્ગત ચરણબદ્ધ રીતથી આગળના કેટલાક વર્ષોમાં સ્કૂલોમાં બાલ વાટિકા, સ્માર્ટ કક્ષા, પ્રશિક્ષિત શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવશે, તથા આધારભૂત સુવિધાઓ, વ્યવસાયિક શિક્ષણ અને સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિઓ તબક્કાવાર વિકસાવામાં આવશે, અને ખુશનુમા વાતાવરણ પર ભાર મૂકવામાં આવશે

શિક્ષણ મંત્રી પ્રધાને કહ્યું કે શિક્ષણના સતત વિકાસ લક્ષ્‍યોને ધ્યાનમાં રાખતા સમગ્ર શિક્ષણ યોજનાને વધારવામાં આવી છે, તેમણે જણાવ્યું કે સાર્વભૌમિક શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષા નીતિ અને યોજનાનો પણ ભાગ છે. પ્રધાને જણાવ્યું કે પ્રથમ વખત સમગ્ર શિક્ષણ યોજનામાં બાળકોની સુરક્ષાને શામેલ કરવામાં આવ્યા છે. બાળ અધિકારોને સંરક્ષણ માટે રાજ્યોને એક આયોગ બનાવવા માટે ફંડ આપવામાં આવશે.

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બાળકોને વ્યાવસાયિક શિક્ષા પર વધુ ભાર મૂકવામાં આવશે. ધોરણ6 થી 8માં સુધીના બાળકોને વિવિધ કૌશલ્યથી પરિચય કરાવવામાં આવશે, જ્યારે કે ધોરણ 9થી 12માંના બાળકોમાં તેમની રૂચીના કૌશલ્ય પ્રતિ ફોકસ કરવામાં આવશે.

(11:25 pm IST)