Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

યુએસ સેના પ્રમુખ જનરલ જેમ્સ મેકવોઇનલ ભારતના ત્રણ દિવસના પ્રવાસે : ભારતની ત્રણેય પાંખના સેના પ્રમુખો સાથે મુલાકાત કરશે

સેના પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર અપાયુ: અમેરિકા સેના પ્રમુખે નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી :  યુએસ સેના પ્રમુખ જનરલ જેમ્સ મેકવોઇનલ ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમના પ્રવાસનો હેતુ બંને દેશ વચ્ચે સૈન્ય સંબંધ મજબૂત કરવાનો છે. અમેરિકા સેના પ્રમુખે નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેના પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ. યુએસ સેના  પ્રમુખની યાત્રા અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાન સરહદ પરથી પરત આવ્યા બાદ થઇ રહી છે. યુએસ સેના પ્રમુખ ભારતની ત્રણેય પાંખના સેના પ્રમુખો સાથે મુલાકાત કરશે.

(11:34 pm IST)