Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઉત્તર પ્રદેશમાં ભાજપ-યોગી સરકારનો થશે જયજયકાર : સી-વોટરએ કર્યું સર્વેક્ષણ :મતદાતાઓના મૂડ ચકાસ્યો

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન પાર્ટીને કોઈ વિશેષ ફાયદો નહીં થાય

નવી દિલ્હી :  એક ખાનગીનયુઝ ચેનલ સાથે સી-વોટરએ મતદાતાઓના મૂડને ચકાસવા માટે એક સર્વે હાથ ધર્યો હતો જે આગામી સમયમાં આવનાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેનો કાર્યકાળ આગામી 22 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશ સર્વેક્ષણ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારના લગભગ ચાર વર્ષના શાસન બાદ મતદાતાઓના મૂડને તપાસવા માટે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો.હતો

વર્તમાનમાં, યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબા સમય માટે પ્રદેશમાં શાસન કરનાર મુખ્યમંત્રી છે જેમનો કાર્યકાળ પ્રસંશનીય ઊંચાઈઓ અને નિરાશાજનક ચઢાણથી ઓછી નથી. 2017માં ગોરખપુર બીઆરડી મેડિકલ કોલેજ ઓક્સિજન ટ્રેજેડી, કોરોના મહામારી, 2020માં હાથરસ ગેંગરેપ કેસ અને તેવા અનેક મુદ્દાઓમાં આદિત્યનાથ જ્યારથી ભાજપના સત્તામાં આવ્યા બાદ માર્ચ 2017માં મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારથી જ તેઓ વિપક્ષના રડાર પર હતા.

સર્વેક્ષણ મુજબ, મુખમંત્રી યોગી યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી સરકાર આજે પણ મતદાતાઓની સૌથી વધુ પસંદ છે. 2021ના મનુમાનોથી ખ્યાલ આવે છે કે ભાજપને આજની ચૂંટણીમાં 41% વોટ મળી શકે છે.

2017ના વિધાનસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી 41.4 % વોટ શેર મેળવી એક વિશાલ જનાદેશ મેળવવામાં સફળતા મેળવી શકે છે. દેતા ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપના વોટ શેરમાં સામાન્ય ઘટાડો દર્શાવે છે.

માર્ચ 2021માં યોજાયેલ સર્વેક્ષણમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અને કોંગ્રેસ સહીત લિપાક્ષી દળો માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે.

સર્વેક્ષણમાં ઉત્તરપ્રદેશમાં વિપક્ષી દળો માટે ખરાબ સમાચાર છે. સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે અખિલેશ યાદવની આગેવાની વાળી સમાજવાદી પાર્ટી (સપા)ને 24.4% વોટશેર મળી શકે છે. જે ગત 2017ની ચૂંટણી કરતા 2.4% વધુ છે. 2017ની ચૂંટણીમાં સપાને 20% વોટ મળ્યા હતા. તો, માયાવતીની બહુજન સમાજ પાર્ટીને 20.8% જે 2017ના પરિણામો કરતા ઓછો છે. 2017માં બસપાને 22.2% વટ મળ્યા હતા.

(1:14 am IST)