Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

૨૦૨૧ માં ગ્રેજયુએટ થયેલ યુવકોને 'નો' એન્ટ્રી : નોકરીની જાહેરાતથી હોબાળો

ભૂલ સમજતા, બેન્ક દ્વારા નોકરીની જાહેરાતને સુધારવામાં આવી

મુંબઇ,તા. ૫ :છેલ્લા બે દિવસથી એચડીએફસી બેન્કની જોબની ન્યૂઝ પેપરમાં આવેલી જાહેરાત ખૂબ જ વાયરલ થઇ રહી છે. રિક્રુટમેન્ટ માટેની જાહેરાતમાં લખવામાં આવ્યું હતું કે, '૨૦૨૧ માં ગ્રેજયુએટ થયેલા સ્ટુડન્ટ્સે એપ્લાય કરવું નહીં.'  આ જાહેરાત સામે આવ્યા બાદ, તેને દ્યણી બધી જગ્યાએ શેર કરવામાં આવી હતી અને લોકો ૨૦૨૧ માં ઓનલાઈન કલાસ ભણીને પાસ થયેલા લોકોની હાંસી ઉડાવતા હતા.

સોશિયલ મીડિયા પર આ વિશે અનેક જોકસ અને મીમસ બની ગયા હતા અને આ ટોપિક ટ્રેન્ડ થઈ રહ્યો છે. પરંતુ આજે એચડીએફસી હેડ ઓફિસએ આ જાહેરાતને એરર ગણાવી હતી અને આ જાહેરાત વિશે કલેરિફિકેશન આપવામાં આવ્યું હતું. એચડીએફસી બેન્ક દ્વારા જણાવાયું હતું કે, ૨૦૨૧ માં ગ્રેજયુએટ થયેલ દરેક યુવક અને યુવતી આ સેલ્સ ઓફિસરની જોબ માટે એપ્લાય કરી શકે છે.

મદુરાઈ શહેરમાં એચડીએફસી બેંક માટે બહાર પાડવામાં આવેલી આ સેલ્સ ઓફિસરની ભરતી માટેની જાહેરાતમાં થયેલી ભૂલ બદલ બેંક દ્વારા માફી માંગવામાં આવી હતી. આ સાથે સેલ્સ ઓફિસર માટે ૨૦૨૧ માં પાસ થયેલ ગ્રેજયુએટ યુવક અને યુવતીઓ એપ્લાય કરી શકે છે તેવી નવી જાહેરાત પણ છાપવામાં આવી છે.

(10:32 am IST)