Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

એમ્બ્યુલન્સ કે શબવાહિની ના મળતાં પિતાના મૃતદેહને બાઇક પર લઇ જવા મજબૂર બન્યો દીકરો

મૃતકના પુત્રોએ આરોપ લગાવ્યો કે, ડોકટરની બેદરકારીને લીધે તેમના પિતાએ દવાખાનામાં જ દમ તોડ્યોઃ એ પછી એમ્બ્યુલન્સ કે શબવાહિની પણ ના આવી : સ્વાસ્થ સંબંધી સેવામાં બેદરકારીથી થતા મોત સામે સંબંધિત અધિકારી કે કર્મી સામે કાર્યવાહીના આદેશ

લખનઉ,તા.૫: ઉત્ત્।ર પ્રદેશના લખીમપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાના મૃતદેહને બાઇક પર લઇ જવા મજબૂર બે પુત્રોની ફોટો સામે આવી છે. તેમને પિતાના મૃતદેહ માટે શબ વાહિની પણ મળી નહતી. અહીં સુધી કે પિતાની સારવાર માટે એમ્બ્યુલન્સને ફોન કર્યા પરંતુ એ પણ આવી નહતી.

રાજયના લખીમપુરમાં ખમરિયા સીએચસીમાં મંગળવારે એક સ્થાનિક વ્યકિતને બીમાર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર સ્વાસ્થ હોવાથી તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. દર્દીની સાથે આવેલા પુત્રોએ પિતાને બીજી હોસ્પિટલ લઇ જવા માટે સરકારી એમ્બ્યુલન્સને અનેક વાર ફોન કર્યા, પરંતુ એમ્બ્યુલન્સ આવી નહીં, પરંતુ સારવાર ના મળતાં દર્દીએ દમ તોડ્યો હતો.

દર્દીના મોત પછી તેમના મૃતદેહને ઘરે લઇ જવાની વાત આવી, તો ખમરિયા સીએચસીમાં શબવાહિનીના હોવાને લીધે મૃતદેહને લઇ જવાની કોઇ વ્યવસ્થાના થઇ. એવામાં બંને પુત્રોએ પિતાના મૃતદેહને બાઇક પર રાખીને દ્યરે લઇ જવાની ફરજ પડી હતી.

મૃતકના પુત્રોનો આરોપ છે કે, ડોકટરની બેદરકારીને લીધે સમયસર સારવાર ના મળતાં તેમના પિતાનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું. જે પછી તેમણે એમ્બ્યુલન્સ અને શબ વાહિનીને ફોન કર્યા પરંતુ એ પણ આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિભાગને ચેતવણી આપતાં કહ્યું હતું કે, બેદરકારીને લીધે પ્રદેશમાં કોઇપણ દર્દીનું મોત થયું તો સંબંધિત અધિકારી અને કર્મચારી વિરુદ્ઘ સખત કાર્યવાહી કરવામાં આવશે.

(10:36 am IST)