Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

એકલા હાથે દરેક સીટોપર ચૂંટણી લડ્શે

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે પ્રિયંકા હશે કોંગ્રેસનો ચહેરો

રાયપુર તા. ૫ : કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને યુપીના પ્રભારી રાજેશ તિવારીએ દાવો કર્યો કે પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસનો ચહેરો બનશે. જનતા તેને મુખ્યમંત્રીના રૂપે જોવા માંગે છે. તેના નેતૃત્વમાં જ આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે. દરેક પક્ષ વિધાનસભા સીટો પર તેમનો પ્રત્યાશી ઉભો રાખશે. પ્રજાની સાથે સાથે ઉત્તરપ્રદેશના કોંગ્રેસ કાર્યકર્તા અને પદાધિકારીપણ પ્રિયંકાને મુખ્યમંત્રીના રૂપે જોવા માંગે છે.

રાજેશ તિવારીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનીતૈયારી દરેક ૪૦૩ સીટો પર ઉમેદવાર ઉતારવાની છે.પ્રદેશમાં સમાજવાદી પક્ષ અથવા અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધનનીવાત નથી ચાલી રહી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનેબુથ સ્તર સુધી મજબૂત કરવા માટે તાલીમ આપવામાં આવી રહ્યા છે. તિવારીએ કહ્યું કે જેવી રીતે છત્તીસગઢમાં ૧૫ વર્ષ સુધી સત્તાથી બહાર રહ્યંુ બાદ બુથ સ્તરો પર મજબૂતીથીસફળતા મળી છે. આ પ્રકારે ઉત્તરપ્રદેશમાં પણ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના ૧૦૦થી વધુ પદાધિકારી છેલ્લા ૩ દિવસથી છત્તીસગઢમાં તાલીમ લઇ રહ્યા છે. આ નેતાઓને કોંગ્રેસના ઇતિહાસથી મંદીને બુથ મેનેજમેન્ટ અંગે જાણકારી આપવામાં આવી રહી છે. તેને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ દ્વારા તાલીમ આપવામાંઆવી છે. રાજેશ તિવારીએ જણાવ્યું કે રાયપુરનાનિરંજન ધર્મશાળામાં માસ્ટર ટ્રેનરનેબુથ મેનેજમેન્ટની જાણકારી આપવામાં આવી છે.

(11:40 am IST)