Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પીડિતાની જાંઘો વચ્ચે કરાયેલ ગંદી હરકત પણ બળાત્કાર જ ગણાયઃ કેરળ હાઈકોર્ટ

કોચી, તા. ૫ :. કેરળ હાઈકોર્ટે એક મોટી અને મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું છે કે જો આરોપી પીડિતાના થાઈઝ એટલે કે જાંઘો વચ્ચે પણ સેકસ્યુઅલ હરકત એટલે કે ગંદી હરકત કરે તો તેને પણ ભારતીય દંડસંહિતાની કલમ ૩૭૫ હેઠળ પરિભાષીત બળાત્કાર સમાન જ ગણવામાં આવશે.

જસ્ટીસ કે વિનોદચંદ્રની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ ચૂકાદો ૨૦૧૫ના એક બળાત્કાર કેસમાં આપ્યો છે. સમાચારો અનુસાર આ કેસમાં જન્મટીપની સજા ભોગવી રહેલા એક દોષિતે કેરળ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ વ્યકિત પર પોતાના પાડોશની ૧૧ વર્ષની બાળકી પર બળાત્કારનો આરોપ હતો. આ વ્યકિતએ સગીર બાળકી પર અવાર નવાર વિભીન્ન ડીગ્રીઓનું યૌન ઉત્પીડન કર્યુ હતું.

પેટમાં સતત દુખાવા પછી પીડિતા જ્યારે પોતાની માતા સાથે એક આરોગ્ય શિબિરમાં ગઈ તો તપાસ પછી આ ઘટના જાહેર થઈ હતી, પછી ચાઈલ્ડ લાઈન ઓફિશ્યલ્સની મદદથી કેસ નોંધાવવામાં આવ્યો અને આરોપી શખ્સની ધરપકડ કરાઈ હતી. કોર્ટે આ શખ્સને જન્મટીપની સજા કરી હતી.

આ સજા સામે આરોપી શખ્સે હાઈકોર્ટમાં અરજી કરી અને સવાલ કર્યો કે જાંઘો વચ્ચેના ગેપમાં પેનીટ્રેશનને રેપ કેવી રીતે ગણી શકાય.

ડીવીઝન બેન્ચે કહ્યું કે ઈન્ડીયન પિનલ કોડની જોગવાઈઓમાં એક મહિલાના અન્ય હિસ્સાઓમાં પેનીટ્રેશન પણ સામેલ છે. કોર્ટે કહ્યું કે કલમ ૩૭૫માં દર્શાવાયુ છે કે યોની, યુરેથ્રા, એનસ અથવા શરીરના કોઈપણ અન્ય ભાગ જેનાથી એક છીદ્રની ભાવના અથવા ઉશ્કેરાટ મેળવવા માટે છેડછાડ કરી શકાય, એ બધા પ્રકારના પેનીટ્રેટીવ સેકસુઅલ એસોપ્ટને સામેલ કરવામાં આવશે.

(11:47 am IST)