Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પેગાસસ ફોન ટેપિંગ વિવાદ : સુપ્રીમ કોર્ટમાં આજ 5 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે જણાવ્યું કે જો આક્ષેપો સાચા હોય તો બાબત ઘણી ગંભીર ગણાય : પરંતુ કોર્ટ કેસ કરતા પહેલા ફોન ટેપીંગનો ભોગ બનેલા અરજદારોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હોય તેવું લાગતું નથી : અરજદારોને પિટિશનની એક નકલ કેન્દ્ર સરકારને આપવા સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ખંડપીઠની સૂચના : કેસની આગામી મુદત 10 ઓગસ્ટ 2021 મંગળવારના રોજ

ન્યુદિલ્હી : પેગાસસ ફોન ટેપિંગ વિવાદ મામલે આજ 5 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે જણાવ્યું હતું કે જો આક્ષેપો સાચા હોય તો બાબત ઘણી ગંભીર ગણાય :.પરંતુ કોર્ટ કેસ કરતા પહેલા ફોન ટેપીંગનો ભોગ બનેલા અરજદારોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હોય તેવું લાગતું નથી .  અરજદારોને પિટિશનની એક નકલ કેન્દ્ર સરકારને આપવા સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ખંડપીઠએ  સૂચના આપી હતી.  જોકે નામદાર કોર્ટે કેન્દ્ર સરકારને આ બાબતે નોટિસ પાઠવી નથી. કેસની આગામી મુદત  10 ઓગસ્ટ 2021 મંગળવારના રોજ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પેગાસસ ફોન ટેપિંગ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં કુલ 9 પિટિશન દાખલ થઇ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:06 pm IST)