Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કરન્ટ એકાઉન્ટ ચાલુ રાખવા દેવાના નિયમનો અમલ ૩૧મી ઓકટોબર સુધી મુલત્વી

કરન્ટ એકાઉન્ટ ખોલવા અંગેના નવા નિયમના અમલીકરણ અંગે રિઝર્વ બેન્કે તમામ બેન્કોને સૂચના પાઠવી

મુંબઇ, તા.૫: કરન્ટ એકાઉન્ટ ખોલવા દેવાના નિયમોમાં કરવમાં આવેલા ફેરફારનો અમલ આગામી ૩૧મી ઓકટોબર સુધી મુલત્વી રાખવાની સૂચના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ બેન્કોને આપી છે. છેલ્લા થોડા દિવસમાોં સંખ્યાબંધ નાની કંપનીઓના એકાઉન્ટ સ્થથિત કરી દેવાની બનેલી ઘટનાને પરિણામે ઉહાપોહ મચી જતાં રિઝર્વ બેન્કે આ નિર્ણય લીધો છે.

રિઝર્વ બેન્કનું કહેવું છે કે ધિરાણ લેનારાઓ શિસ્તબદ્વ વહેવાર કરે તે હેતુથી જ આ પગલું લેવામાં આવ્યું છે. તેમ જ તેમને ધિરાણ આપનાર બેન્ક તેણે આપેલા નાણાંનો ખરેખર કેવો વહેવાર કરવામાં આવે છે તેના પર બારીક નજર રાખી શકે તે માટે જ આ પગલું લેવામાં આવ્યું હતું. ક્રેશ ક્રેડિટ અને ઓવરડ્રાફટ લીધા પછી ખાતેદારો અન્ય બેન્કો પાસેથી પણ આ જ પ્રકારની સુવિધા મેળવી લેતા હતા. તેમ જ તેમને આપેલા ફંડના નાણાં બીજે પણ ડાયવર્ટ કરી દેવાના કિસ્સાઓ બનતા હોવાનું જોવા મળ્યું છે આ સ્થિતિમાં કરન્ટ એકાઉન્ટ ધારકોને માટે તેમના એકાઉન્ટની ગુણવત્તાને આધારે કરન્ટ એકાઉન્ટ ખોલવા દેવાની અને ઓપરેટ કરવા દેવાની છૂટ આપવાની સૂચના આપવામાં આવી છે. કોઇપણ જાતની ચૂક વિના આ સૂચનાનું પાલન કરવા રિઝર્વ બેન્કે તમામ બેન્કોને જણાવ્યું છે. દરેક બેન્કની હેડ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી શકાય તેવુ આયોજન કરવા જણાવવામાં આવ્યું છે.

નાની કંપનીઓએ આ નિર્ણયને કારણે તેમના ખાતા બંધ થવા માંડતા ઉહાપોહ મચાવી દીધો હતો. તેથી કરન્ટ એકાઉન્ટ ચલાવવા અંગેની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વધુ થોડો સમય તેમને આપવાની માગણી બેન્કો તરફથી પણ કરવામાં આવી હતી. તેથી તેના અમલની તારીખ પાછળ ઠેલીને ૩૧મી ઓકટોબર કરવામાં આવી છે. કરન્ટ એકાઉન્ટને લગતા નિયમોના પાલન લંબાવી આપવામાં આવેલી સમય મર્યાદાનો ઉપયોગ કરીને ખાતેદાર અને બેન્કોને બંનેને સંતોષ થાય તેવો ઉકેલ શોધી લેવાની સૂચના પણ રિઝર્વ બેન્કે આપી છે. આ વિવાદ ફરીથી ન થાય તે માટે ઇન્ડિયન બેન્ક એસોસીએશનને પણ તે સૂઝાવ મોકલી દેવા જણાવી દેવામાં આવ્યું છે. ઇન્ડિયન બેન્ક એસોસીએશન પણ તેની ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ચકાસણી કરી શકશે. રિઝર્વ બેન્ક પણ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં તેની ચકાસણી કરી લેવાનો ઇરાદો ધરાવે છે.

૫૦ કરોડથી ઓછું ધિરાણ આપનારી બેન્ક પર અંકુશ નથી

બેન્ક પાસેથી નાણાં ઉછીના લેનારી કંપનીઓને બેન્કે આપેલું ધિરાણ રૂ.૫ કરોડથી વધુ અને રૂ.૫૦ કરોડથી ઓછું ધિરાણ લીધું હોય તો તેવા સંજોગોમાં લેન્ડિંગ બેન્કમાં એટલે કે ધિરાણ આપનારી બેન્ક પર કરન્ટ એકાઉન્ટ ખોલાવવાની સંખ્યા પર કોઇ જ અંકુશ લાગુ કરવામાં આવશે નહિ. બીજા શબ્દોમાં કહીએ તો ક્રેશ ક્રેડિટ કે પછી ઓવરડ્રાફટ લેનારા ખાતેદારોને જ આ પરિપત્ર લાગુ પડશે. તેમને વન બેન્ક વન કસ્ટમરનો નિયમ લાગુ પડશે જ.

એટીએમ ઓપરેટર કંપનીઓને પણ ૩૧મી ઓકટોબર સુધી રાહત અપાઇ

રિઝર્વ બેન્કના પરિપત્ર રોકડ લઇ જવાનું કામ કરતી અને ઓટો ટેલરિંગ મશીન-એટીએમમાં રોકડ મૂકવાનું કામ કરતી કંપનીઓને માટે પણ કરન્ટ એકાઉન્ટને લગતી નવી જોગવાઇ લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે. આ કંપનીઓને વ્હાઇટ લેબર એટીએમ ઓપરેટર્સ તરીકે ઓળખાવવામાં આવે છે.

(2:34 pm IST)