Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

લોકો માનસિક બીમારીની અવગણના કરે છે અથવા ધાર્મિક ઉપાયો કરે છે : હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે માનસિક રીતે બીમાર તેવા બળાત્કારના આરોપીના જામીન મંજુર કર્યા

હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં  એક બળાત્કારના આરોપીના જામીન મંજુર કર્યા છે જે ગંભીર માનસિક બીમારીથી પીડિત છે .નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આ સંજોગોમાં તેને જેલના સળિયા પાછળ ધકેલવો યોગ્ય નથી.

ન્યાયમૂર્તિ અનૂપ ચિતકારાની ખંડપીઠ એક સગીર છોકરી ઉપર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી ત્યારે જણાવ્યું હતું કે લોકો માનસિક બીમારીની અવગણના કરે છે અથવા ધાર્મિક ઉપાયો કરે છે .

ફરિયાદીના કેસ મુજબ, પીડિતા એક મહિના પહેલા પોતાની બહેનના ઘરે ગઈ હતી, ત્યારે રાત્રિ દરમિયાન વોશ રૂમ જવા માટે રૂમની બહાર નીકળી તે વખતે આરોપીએ તેને અટકાવી ફરજીયાત બળાત્કાર  કર્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. અને પોતાના વાલી  સાથે તેના ઘેર આવી લગ્નનો પ્રસ્તાવ મુકશે તેમ જણાવ્યું હતું. પરંતુ તે નહીં આવતા પીડિતા માતાપિતાનું ઘર છોડી નીકળી ગઈ હતી. બાદમાં અન્ય બે વ્યક્તિઓએ તેના ઉપર બળાત્કાર કર્યો હતો.

આરોપીએ રજૂઆત કરી હતી કે તેને માનસિક સ્વાસ્થ્યની કેટલીક સમસ્યાઓ છે અને કસ્ટડી દરમિયાન પણ તેને ચેક-અપ માટે નાહન ખાતેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

નામદાર કોર્ટે નોંધ્યું હતું કે આરોપીને ચંદીગઢની સુપ્રસિદ્ધ  હોસ્પિટલે લઇ જવાયો હતો. જેના રિપોર્ટની અવગણના કરી શકાય નહીં.તેથી આરોપીની માનસિક અવસ્થા જોતા કોર્ટે તેને જામીન ઉપર મુક્ત કર્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(6:11 pm IST)