Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ભારત-ચીન સીમાએ તણાવ: બન્ને દેશોના સંરક્ષણમંત્રીઓ વચ્ચે મૉસ્કોમાં વાતચીત

મુલાકાતનો પ્રસ્તાવ ખુદ ચીનના સંરક્ષણ મંત્રી દ્વારા મુકાયો

નવી દિલ્હી : ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ચીનના સંરક્ષણમંત્રી વેઈ ફેંધે હાલમાં મૉસ્કો ખાતે બેઠક કરી રહ્યા છે.બંને દેશના સંરક્ષણમંત્રી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા માટે મૉસ્કોમાં છે.

ભારતીય મીડિયા અનુસાર આ મુલાકાતનો પ્રસ્તાવ ખુદ ચીનના સંરક્ષણ મંત્રી દ્વારા મુકાયો હતો

બંને સંરક્ષણ મંત્રીઓની મુલાકાત એવા સમયમાં થઈ રહી છે જ્યારે ભારત-ચીન સરહદે છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવની સ્થિતિ બનેલી છે અને હિંસક ઘર્ષણ પણ થઈ ચૂક્યું છે.

ભારતીય મીડિયાના કેટલાક ભાગમાં એ લખવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકો ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર મેના પહેલા અઠવાડિયાથી એ ભાગમાં દાખલ થઈ ગયા છે જે ભારત પોતાની તરફ દર્શાવે છે.

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ચીનના સંરક્ષણમંત્રી વેઈ ફેંધે હાલમાં મૉસ્કો ખાતે બેઠક કરી રહ્યા છે.

બંને દેશના સંરક્ષણમંત્રી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા માટે મૉસ્કોમાં છે.

ભારતીય મીડિયા અનુસાર આ મુલાકાતનો પ્રસ્તાવ ખુદ ચીનના સંરક્ષણ મંત્રી દ્વારા મુકાયો હતો

(12:00 am IST)