Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

દિલ્હીમાં ફરી કોરોનાનો કહેર:વધુ 2914 પોઝિટિવ કેસ નોંધાયા: 13 લોકોના મોત

દિલ્હીમાં સંક્રમિતોનો રિકવરી રેટ 87.39 ટકા

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોના સંક્રમણની રફ્તારે ફરી ઝડપ પકડી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2914 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 13 દર્દીઓના મોત થયાં છે. આ પહેલાં 27 જુને કોરોનાના 2948 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને 185,220 થઈ ચુકી છે.

દિલ્હી આરોગ્ય વિભાગ પ્રમાણે ગત 24 કલાકમાં રેકોર્ડ કુલ 36,219 ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં આરટીપીસીઆરના 8488 અને એન્ટિજનના 27,731 ટેસ્ટ સામેલ છે. દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 52 દિવસના સર્વોચ્ચ સ્તર પર નોંધવામાં આવી છે. આ પહેલા 13 જુલાઈએ 19017 એક્ટિવ કેસ હતા.

દિલ્હીમાં ઘરોમાં 15 દિવસમાં 4004 દર્દી વધ્યા છે. દિલ્હીમાં 21 ઓગસ્ટના રોજ હોમ આઈસોલેશનમાં દર્દીઓની સંખ્યા 5818 હતી, જે 4 સપ્ટેમ્બરે વધીને 9822 થઈ. દિલ્હીમાં એક્ટિવ કેસ 10% વધારે થઈ ચુક્યા છે. દિલ્હીમાં સંક્રમણ દર 8.04% છે.

દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ 87.39% છે અને એક્ટિવ દર્દીઓની સંખ્યા 10.17% છે એટલે કે કોરોનાના એક્ટિવ કેસ અત્યારે પણ 18,842 છે. જ્યારે મોતની ટકાવારી 2.43% છે.

(12:00 am IST)