Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ડિજીટલ સ્ટાઈક બાદ મોદી સરકારનો ડ્રેગનને વધુ એક આકરો ડોઝ :હવે વિઝા આપવામાં કડકાઈના આદેશ

વિઝા જારી કરતા પહેલા સ્કુટની ક્લીયરન્સમાંથી પસાર થવું પડશે

 

નવી દિલ્હી : ડેટા સિક્યોરિટીની ચિંતાઓ અને 130 કરોડ ભારતીયોની પ્રાઈવસી સુરક્ષિત રાખવા માટે મોદી સરકારે TikTok, PUBG, UC બ્રાઉઝર, WeChat અને ShareIt સહિત 224 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી ચૂકી છે. ત્યારે મોદી સરકારે વધુ એક ચીનને આંચકો આપ્યો છે. ભારતે ચીનની થિંકટેંક, બિઝનેસમેનોથી લઈને એનજીઓ અને ચીનની કમ્ન્યુનિસ્ટ સરકારના નજીકના જુથોને વિઝા આપવામાં કડકાઈ દાખવવાના આદેશ આપ્યા છે.

ભારતે ચીનના એક બિન-સરકારી સંગઠન (NGO)ના વીઝા નિવેદન માટે આકરા આદેશ આપ્યા છે. NGOની અધ્યક્ષતા ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓના હાથમાં છે.ભારતે ચીનના નોન-પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન (NGO) સાથે જોડાયેલા લોકોની વિઝા અરજીઓની કડકાઈથી તપાસ કરવાનો આદેશ કર્યો છે. ઓર્ગેનાઈઝેશન ચીનની સત્તાધારી પાર્ટીના વરિષ્ઠ અધિકારીના વડપણ હેઠળ ચલાવવામાં આવે છે.

બાબત સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેને સરહદી સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચિંતાજનક વિષય ગણવામાં આવી છે. ચાઈનિઝ એસોસિએશન ફોર ઈન્ટરનેશનલ અંડરસ્ટેન્ડિંગ (CAIFU)ની દેખરેખમાં નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે બન્ને દેશ છેલ્લા 50 વર્ષમાં સૌથી વધારે સરહદી વિવાદથી ઘેરાયેલા છે.

અહેવાલ ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે, બેઇજિંગ સ્થિત ઓર્ગેનાઈઝેશનનો સંબંધ કોમ્યુનિસ્ટ પાર્ટી સેન્ટ્રલ કમિટીના યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ સાથે છે, જે ચીનની બહાર નેતાઓ, થિંક ટેન્ક મેમ્બર્સ તથા મીડિયાને અસર કરવાનું કામ કરે છે. હવે ભારતે NGO પર લગામ કસતા ચીનના નેતાઓ, થિંક ટેન્ક મેમ્બર્સ તથા બિઝનેસમેન પર લગામ તણાશે.

ઘટના સાથે જોડાયેલા બે અધિકારીઓએ કહ્યું છે કે ભારત સરકારના ઈન્ટર્નલ મેમોમાં ઓર્ગેનાઈઝેશનને ચિંતાનો વિષય તરીકે ગણાવ્યો છે. સાથે એવા પણ સંકેત આપવામાં આવ્યા છે કે પ્રવૃત્તિ ભારતના રાષ્ટ્ર હિતોની સામે હોઈ શકે છે. પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓ જણાવ્યું છે કે કડક દેખરેખનો અર્થ એવો છે કે સંસ્થાના પ્રતિનિધિઓ કે તેમના દ્વારા સમર્થિક ગ્રુપને વિઝા જારી કરતા પહેલા સ્કુટની ક્લીયરન્સમાંથી પસાર થવું પડશે.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નેશનલ પીપલ્સ કોંગ્રસના વાઈસ ચેરમેન જી બિંગજુઆન એસોસિએશનના અધ્યક્ષ છે. તે તમામ સોશિયલ બોડીઝ સાથે સંપર્કમાં રહે છે. તેનો લક્ષ્ય ચીનના લોકો તથા ભારત સહિત તમામ દેશોના લોકો વચ્ચે મિત્રતા અને પરસ્પર સમજ વધારવાનો છે. બેઇજિંગ સ્થિત ઈન્ડિયા ચાઈના ઈકોનોમિક એન્ડ કલ્ચર કાઉન્સિલ જેવા સંગઠન કે જે CAIFU માટે વિઝા સ્પોરન્શર કરે છે તે પણ સુરક્ષા ક્લિયરન્સને આધિન હશે. ભારત તરફથી અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

કહેવાય છે કે, ચાઈનીઝ એપ્સ (Chinese Apps) ભારતીય યુઝર્સ (Indian Users)થી લગભગ 200 મિલિયન ડૉલર એટલે કે 1,46,600 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરતા હતા. એકમાત્ર પબજી (PUBG)ના બંધ થવાથી ચીની કંપનીને લગભગ 100 મિલિયન ડૉલરનો આર્થિક ફટકો પડશે.

કાઉન્ટર પૉઈન્ટ રિસર્ચના સીનિયર એનાલિસ્ટ પોવેલ નાઈયા કહે છે કે, તબક્કાવાર રીતે ભારત સરકારે ત્રણ વખતમાં ચાઈનીઝ એપ્સ પર રોક લગાવી દીધી છે. એપ્સ મારફતે ચીની કંપનીઓ પ્રત્યક્ષ રીતે ભારતીય યુઝર્સ પાસેથી લગભગ 200 મિલિયન ડૉલરની વાર્ષિક કમાણી કરી રહી હતી.

નોંધનીય છે કે ભારતે ડેટા સુરક્ષાના જોખમનો હવાલો આપી બુધવારે સૌથી લોકપ્રિય ગેમ પબજી સહિત 118 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. PUBGમાં ચાઇનીઝ કંપની ટેનસેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની ભાગીદારી છે. જે એપ્સને બેન કરાઇ છે. તેમાં પબજી ઉપરાંત Baidu, કેકાર્ડ બિઝનેસ, વીચેટ રીડિંગ, વૂવ મીટિંગ-ટેનસેન્ટ વીડિયો કોન્ફ્રન્સિંગ, સ્માર્ટ એપ લોક, એપલોક સામેલ છે.

(12:35 am IST)