Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

શૌવિક પછી હવે ગમે ત્યારે રિયાની થઈ શકે છે ધરપકડ

રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંતસિંહના હાઉસ મેનેજર સૈમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ અને તેના નિવેદનોના આધારે બહુ ઝડપથી રિયા ચક્રવર્તીની પણ ધરપકડ શકય છે

નવી દિલ્હી,તા.૫ : સુશાંતસિંહના શંકાસ્પદ મોત મામલે સીબીઆઈ , ઈડી  અને હવે નાર્કોટેકસ કંટ્રોલ બ્યૂરોની ટીમ તપાસ કરી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો એ સુશાંતસિંહ રાજપૂતના સંદિગ્ધ મોત સાથે જોડાયેલા કેસમાં એક મોટી કાર્યવાહી કરતા રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. નશીલા પદાર્થનું સેવન કરવું અને કરાવવાના મામલામાં રિયાના ભાઈ શોવિક અને સુશાંતના હાઉસ મેનેજર સૈમ્યુઅલની મોટી ભૂમિકા સામે આવી છે. જેના આધાર પર હવે રિયાની ધરપકડ પણ થઈ શકે છે.

આ મામલામાં અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. શુક્રવારે અનેક કલાકો સુધી પૂછપરછ બાદ આખરે રાત્રે શોવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી લેવામાં આવી છે. હકીકતમાં આ મામલે નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે સૈમ્યુઅલ મિરાન્ડાએ પૂછપરછ દરમિયાન એ વાતનો સ્વીકાર કર્યો છે કે તે સુશાંતસિંહ માટે ડ્રગ્સ ખરીદતો હતો.

નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોના વરિષ્ઠ સૂત્રના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સનો ધંધો કરતા આરોપી અબ્દેલ બાસિત પરિહારની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તે શોવિકના આદેશ પર નશાનો સામાન ખરીદતો હતો. આ કેસમાં રિયા ચક્રવર્તીનો ખૂબ નજીકનો તેમજ સુશાંતસિંહ રાજપૂતના હાઉસ મેનેજર સૈમ્યુઅલ મિરાન્ડાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. એટલે કે તે પણ બરાબરનો આરોપી છે.

૨૩ વર્ષનો અબ્દેલ બાસિત પરિહાર અને ૨૧ વર્ષીય આરોપી ઝૈદ વિલાત્રાના આ નિવેદન પર નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોની ટીમ શોવિક અને સૈમ્યુઅલની પૂછપરછ માટે પહોંચી હતી અને બાદમાં બંનેની ધરપડ કરી લેવામાં આવી હતી. આ કેસમાં ઝૈદના નિવેદન બાદ અબ્દેલ બાસિતની ધરપકડ કરવામાં આવી હતી.

કઈ કલમ હેઠળ ધરપકડ કરવામાં આવીનાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ શોવિક ચક્રવર્તીની NDPSની કલમ 20(b), 28, 29, 27(A) અંતર્ગત ધરપકડ કરી છે. આ કલમ પ્રમાણે નશીલા પદાર્શનો પ્રયોગ, માદક પદાર્થ ભેગા કરવા, માદક પદાર્થની હેરફેર કરવી વગેરે ગુના સામેલ છે. શનિવારે હવે મિરાન્ડા અને શોવિકને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

(10:15 am IST)