Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ICMRએ જાહેર કરી નવી ગાઈડલાઈનઃ કોરોના ટેસ્ટિંગના પ્રોટોકોલમાં કર્યો ફેરફાર

નેગેટિવ રીપોર્ટ બાદ લક્ષણ દેખાતા RT-PCR કરાવાશે

નવી દિલ્હી, તા.૫: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની નવી ટેસ્ટિંગ ગાઈડલાઈનના આધારે રેપિડ એન્ટીજન ટેસ્ટના ટેસ્ટિંગ પ્રોટોકોલમાં પણ ફેરફાર કરાયો છે. હવે રેપિડ એન્ટીજન ટેસ્ટના કેટલાક પ્રોટોકોલ છે જેમાં આ ટેસ્ટમાં વ્યકિત પોઝિટિવ આવે તો જ તેને પોઝિટિવ ગણાશે. જો ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ પણ વ્યકિતમાં લક્ષણો દેખાશે તો તેને ચોક્કસ રીતે RT-PCR કરાવવાનો રહેશે.

ICMRના ટેસ્ટિંગની ગાઈડલાઈન અનુસાર આ જગ્યાઓને માટે આ પ્રોટોકોલ તૈયાર કરાયો છે. હવે રેપિડ એન્ટીજન ટેસ્ટના કેટલાક પ્રોટોકોલ છે જેમાં આ ટેસ્ટમાં વ્યકિત પોઝિટિવ આવે તો જ તેને પોઝિટિવ ગણાશે. જો ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ પણ વ્યકિતમાં લક્ષણો દેખાશે તો તેને ચોક્કસ રીતે  RT-PCR કરાવવાનો રહેશે. આ પોઈન્ટ ત્ઘ્પ્ય્એ ગાઈડલાઈનમાં ઉમેર્યો છે. નેગેટિવ રિપોર્ટ બાદ વ્યકિતમાં કોઈ લક્ષણ નથી તો અને પાછળથી લક્ષણો દેખાય છે તો તેનો રેપિડ એન્ટીજન ટેસ્ટ અને આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. જેમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પણ દરેક લોકો જેનામાં લક્ષણો છે તેને પ્રાથમિકતા આપીને RT-PCR  કરાવાશે. લક્ષણ વિનાના પરંતુ હાઈ રિસ્ક કોન્ટેકટને પ્રાથમિકતા અપાશે. તેમાં પરિવાર અને કાર્યસ્થળના લોકો, વૃદ્ઘો અને જૂની પણ ગંભીર બીમારી વાળા લોકોને પ્રાથમિકતા અપાશે.

શ્વાસ સંબંધિત ગંભીર બીમારી વાળા, દરેક લક્ષણો વાળા દર્દી, વિના લક્ષણના હાઈ રિસ્ક દર્દીઓ અને સાથે જે હોસ્પિટલમાં એડમિટ છે અને જેને તરત હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર છે તેવા નબળી રોગપ્રતિરોધક ક્ષમતાવાળા દર્દી, ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓ, જૂના ગંભીર બીમારી વાળા દર્દીઓ કે ૬૫ વર્ષથી ઉપરના દર્દીઓ, પ્રેગનન્ટ મહિલાઓ આ સર્જરી કરાવી રહ્યા છે. તેમાં કોઈ ઈમરજન્સી હોતી નથી એટલે કે ટાઈમ લઈને કાર્યવાહી કરાય છે. તેમને સર્જરી પહેલાં ૧૪ દિવસ હોમ કવોરન્ટાઈન થવું પડે છે. તેનાથી સંક્રમણનો ખતરો ઘટે છે.

ICMR એ દેશમાં ટેસ્ટિંગ ઓન ડિમાન્ડને પરમિશન આપી છે. દેશમાં કોઈ પણ વ્યકિત ટેસ્ટ કરાવવા ઈચ્છે છે તો તે ટેસ્ટ કરાવી શકે છે. ICMR એ નવી ગાઈડલાઈનના આધારે આ પરમિશન આપી છે. અત્યારસુધીમાં ICMR ની ગાઈડલાઈનના આધારે RT-PCRએ લોકો કરાવી શકતા હતા જેમાં લક્ષણ જોવા મળતા હતા અથવા કોઈ કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવ્યા હતા. આ ટેસ્ટ સૌથી વધારે વિશ્વસનીય માનવામાં આવે છે પરંતુ પહેલાં કોઈ પણ વ્યકિત તેને કરાવી શકતા ન હતા.

રેપિડ એન્ટીજન ટેસ્ટ ખાસ કરીને એ લોકોનો થઈ રહ્યો હતો જેઓ કન્ટેનમેન્ટ ઝોનમાં, હોસ્પિટલ કે ડિસ્પેન્સરીમાં છે. અથવા ખાસ લોકોના સમૂહમાં આ ટેસ્ટ કરાવાતો હતો. આ સિવાય પણ અનેક લોકો આ ટેસ્ટ સરળતાથી કરાવી રહ્યા હતા કેમકે તે સરળ છે અને અડધા કલાકમાં રિપોર્ટ પણ આવી જાય છે.

(10:17 am IST)